સમજ
પેટાક્ષેત્ર-૩ મધ્યાહ્ન ભોજન યોજના
વિદ્યાર્થીઓમાં કુપોષણની સમસ્યા દૂર થાય અને સામાજિક સમરસતા આવે તે હેતુસર મધ્યાહ્ન ભોજન યોજના શાળાઓમાં અમલી છે. શાળાના તમામ વિદ્યાર્થીઓ ઉપલબ્ધ તમામ શૈક્ષણિક દિવસો દરમિયાન સ્વાસ્થ્યપ્રદ ભોજન મેળવે તે આ યોજનાનો હેતુ છે. આ યોજનાનું અમલીકરણ શાળા કક્ષાએ કેટલા અંશે થઈ રહ્યું છે તેની ચકાસણી આ પેટાક્ષેત્ર હેઠળ કરવામાં આવે છે.
ઈન્ડીકેટર
1 | શાળામાં નિયમિત મધ્યાહન ભોજન યોજના ચાલે છે. |
2 | મધ્યાહન ભોજન યોજનાનો લાભ તમામ વિદ્યાર્થીઓ લે છે. |
3 | તમામ વિદ્યાર્થીઓ હાથ-પગ અને મોં ધોઇને જમવા બેસે છે. |
4 | મધ્યાહન ભોજન અંતર્ગત અપાતા ભોજનની ગુણવત્તા શિક્ષકો દ્વારા ચકાસવામાં આવે છે. |
5 | મધ્યાહન ભોજન માટેની રસોઇની તેમજ વિદ્યાર્થીઓની બેસવાની જગ્યા સ્વચ્છ રાખવામાં આવે છે. |
ઉક્ત માપદંડ આધારે શાળાના આચાર્ય,શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી જરૂરી આધારો ચકાસી સ્કૂલ ઇન્સ્પેક્ટરના મૂલ્યાંકન બાદ નીચે લેવામાં આવે છે.