સમજ
પેટાક્ષેત્ર–૨ ટૅકનોલૉજીનો ઉપયોગ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની શાળાઓને ટૅકનોલૉજીનો શૈક્ષણિક કાર્યમાં સહયોગ મળી રહે તે હેતુસર CAL લેબ આપવામાં આવી હતી. ત્યારબાદ જ્ઞાનકુંજના માધ્યમથી સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત બાયસેગ (સેટકોમ)ના માધ્યમથી શાળાને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોના નિદર્શન પાઠ પણ બતાવવામાં આવે છે. ઓનલાઇન તાલીમ અને ટૅકનોલૉજીની મદદથી શૈક્ષણિક સાહિત્ય પણ પૂરું પડાય છે ત્યારે શિક્ષક અને વિદ્યાર્થી દ્વારા ઉપલબ્ધ ટૅકનોલૉજીના સંસાધનોનો કેવો ઉપયોગ થઈ રહ્યો છે તે જાણવાનો અહીં પ્રકલ્પ રાખવામાં આવ્યોછે.
ઈન્ડીકેટર
શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય માટે ટેકનોલોજીનો ઉપયોગ |
ધોરણ 6 થી 8 નાં વિદ્યાર્થીઓ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ |
ઉક્ત માપદંડ આધારે શાળાના આચાર્ય,શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી જરૂરી આધારો ચકાસી સ્કૂલ ઇન્સ્પેક્ટરના મૂલ્યાંકન બાદ નિર્ણયો લેવામાં આવે છે.