સમજ
પેટાક્ષેત્ર-૧ શાળા પુસ્તકાલયનો ઉપયોગ
આ પેટાક્ષેત્ર અંતર્ગત શાળા પુસ્તકાલયનો ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવશે. શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથોસાથ શિક્ષકો અને વિદ્યાર્થીઓનું ઈતર વાંચન અતિ આવશ્યક છે. આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે પુસ્તકાલય અદ્યતન કરવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓની સાથોસાથ શિક્ષકોનું શૈક્ષણિક અને ઈતર વાંચન કેટલું છે તે જાણવાનો અત્રે પ્રકલ્પ રાખવામાં આવ્યોછે.
ઈન્ડીકેટર
શિક્ષકો દ્વારા શાળા પુસ્તકાલયનો ઉપયોગ |
વિદ્યાર્થીઓ દ્વારા શાળા પુસ્તકાલયનો ઉપયોગ |
ઉક્ત માપદંડ આધારે સ્કૂલ ઇન્સ્પેક્ટર શાળા મુલાકાતના દિવસે શાળાના પુસ્તકાલયના નિરીક્ષણ તેમજ શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી
જરૂરી આધારો ચકાસી સ્કૂલ ઇન્સ્પેક્ટરના મૂલ્યાંકન બાદ નિર્ણયો લેવામાં આવે છે.