સમજ
પેટાક્ષેત્ર – ૪ રાજ્ય દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી
રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓની સિદ્ધિઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા, શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરે છે જેમાં વિદ્યાર્થીઓની સહભાગીદારીથી શૈક્ષણિક સિદ્ધિનાં ઊંચાં સ્તરો પ્રાપ્ત થઈ શકે છે. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંદર્ભે શાળાની તૈયારી ચકાસવાનો પ્રકલ્પ આ પેટાક્ષેત્ર હેઠળ રાખવામાં આવેલો છે.
ઈન્ડીકેટર
1 | ધોરણ- 8 ની NMMS પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ |
2 | ધોરણ- 8 ની NMMS પરીક્ષામાં વિદ્યાર્થીઓનો રાજ્યના મેરીટમાં સમાવેશ |
3 | ધોરણ- 6ની પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ |
4 | ધોરણ- 5 થી 8 ના વિદ્યાર્થીઓની પ્રાથમિક-માધ્યમિક ચિત્રકામ પરીક્ષામાં ઉપસ્થિતિ |
નોંધ : ઉકત માપદંડો પૈકી
૧) જો શાળામાં ધોરણ 8 ન હોય તો માપદંડ 1 અને 2 સંલગ્ન મૂલ્યાંકન કરવું નહિ
૨) માપદંડ 4 માટે જે શાળામાં ધોરણ- 1 થી 8 હોય, તે શાળાએ ધોરણ- 5 અને 8 ની સંખ્યા ધ્યાને લેવી.
આમ, ઉક્ત માપદંડ આધારે શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી જરૂરી આધારો ચકાસી સ્કૂલ ઇન્સ્પેક્ટરના મૂલ્યાંકન બાદ નીચે મુજબના નિર્ણયો લઇ શકાશે