માપદંડ
માર્ક | શાળાના સમયપત્રકમાં દરેક ધોરણના વિદ્યાર્થીઓને રમત-ગમત અને વ્યાયામની નિયમિત તક મળે છે.(સમૂહ કવાયતના તાસ ઉપરાંત દરેક ધોરણમાં અઠવાડિયે ઓછામાં ઓછો એક તાસ વ્યાયામનો હોય આ તાસમાં વિદ્યાર્થીઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થિત રીતે વિવિધ રમતો રમતાં શ્રેય તો ઉત્તમ ગણાય.) |
5 | અઠવાડિયાના સમયપત્રકમાં શાળાનાં તમામ ધોરણનાં વિદ્યાર્થીઓ માટે રમત-ગમત અને વ્યાયામ કરવા માટેનું આયોજન કરવામાં આવે છે તેમજ તે મુજબ નિયમિત રીતે કાર્ય કરવામાં આવે છે. |
4 | અઠવાડિયાના સમયપત્રકમાં શાળાના નીચલા ધોરણ (ધોરણ 1 થી 5)નાં જ વિદ્યાર્થીઓ માટે રમત-ગમત અને વ્યાયામ કરવા માટેનું આયોજન કરવામાં આવે છે તેમજ તે મુજબ નિયમિત રીતે કાર્ય કરવામાં આવે છે. |
3 | અઠવાડિયાના સમયપત્રકમાં શાળાનાં ઉપલાં ધોરણ (ધોરણ 6 થી 8નાં જ વિદ્યાર્થીઓ માટે રમત ગમત અને વ્યાયામ કરવા માટેનું આયોજન કરવામાં આવે છે તેમજ તે મુજબ નિયમિત રીતે કાર્ય કરવામાં આવે છે. |
2 | અઠવાડિયાના સમયપત્રકમાં શાળાનાં વિદ્યાર્થીઓ માટે રમત-ગમત અને વ્યાયામ કરવા માટેનું આયોજન કરવામાં આવે છે. પરંતુ તે મુજબ નિયમિત રીતે કાર્ય કરવામાં આવતું તે નથી. |
1 | ક્યારેક જ રમત-ગમત કે વ્યાયામનું આયોજન કરવામાં આવે છે. |
0 | આ પ્રકારની એક પણ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
સમયપત્રક ચકાસવું જેમાં મુખ્યત્વે કવાયત માટે તાસની ફાળવણી (શનિવાર) હોય.
પ્રમાણપત્રોની ચકાસણી અને રમત-ગમતની પ્રવૃત્તિમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓના નામનું રજીસ્ટર.
મુખ્ય શિક્ષક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નો પૂછીને વાતચીત કરવી