માપદંડ
માર્ક | પ્રાર્થનાસભાના સંચાલનમાં તમામ વિદ્યાર્થીઓને સમાન તક આપવામાં આવે છે. |
5 | કન્યા અને કુમાર બંને દ્વારા પ્રાર્થનાસભાનું સંચાલન કરવામાં આવે છે, જેમાં પ્રાર્થના, ભજન, ધૂન, રાષ્ટ્રગીત ગાન ઉપરાંતસમાચાર વાંચન, ક્વિઝ, ઉખાણાં જેવી પ્રવૃત્તિઓ સમાન રીતે કુમાર તેમજ કન્યા દ્વારારજૂ કરવામાં આવે છે. |
4 | કન્યાઓ દ્વારા પ્રાર્થના, ભજન અને ધૂન રજૂ કરવામાં આવે છે, જયારે કુમારો દ્વારા સમાચાર, ક્વિઝ, ઉખાણાં તેમજ યોગ-આસન જેવી પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવે છે. |
3 | કુમાર દ્વારા પ્રાર્થનાસભાનું સંચાલન કરવામાં આવે છે. જેમાં જૂજ પ્રવૃત્તિઓ જ કન્યાઓ રજૂ કરે છે. |
2 | માત્ર કન્યા કે કુમાર દ્વારા જ પ્રાર્થનાસભાનું સંચાલન કરવામાં આવે છે. જેમાં તમામ પ્રવૃત્તિઓ માત્ર કુમાર કે કન્યા જ રજૂ કરે છે. |
1 | કન્યા અને કુમાર સાથે શિક્ષકો દ્વારા પણ પ્રાર્થનાસભાનું સંચાલન કરવામાં આવે છે. જેમાં તમામ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો રજૂ કરે છે. |
0 | કન્યા કે કુમાર નહીં પણ શિક્ષકો દ્વારાપ્રાર્થનાસભાનું સંચાલન કરવામાં આવે છે. તમામ પ્રવૃત્તિઓ શિક્ષકો જ રજૂ કરે છે. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
શાળાની પ્રાર્થનાસભામાં હાજરી આપવી.
પ્રાર્થનાસભા પ્રવૃત્તિ રજીસ્ટર/આયોજનની ચકાસણી કરવી (જો ઉપલબ્ધ હોય તો…).
મુખ્ય શિક્ષક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નો પૂછીને વાતચીત કરવી
વિડીયો