સમજ
પેટાક્ષેત્ર – ૧ પ્રાર્થનાસભા
શાળામાં નિયમિત રીતે પ્રાર્થના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. પ્રાર્થના કાર્યક્રમનો મૂળભૂત હેતુ વિદ્યાર્થીઓમાં સભા સંચાલન સંદર્ભે કૌશલ્યો વિકસાવવાનો હોય છે. ઉપરાંત, પ્રાર્થના સભાના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલ વિવિધ કલાઓને બહાર લાવવા માટે પણ એક મંચ પૂરો પાડવાનો હોય છે. પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓની ભાગીદારી, પ્રાર્થનાસભામાં વૈવિધ્ય વગેરે જેવાં ઘટકોને આધારે શાળાની પ્રાર્થનાસભાનું મૂલ્યાંકન કરવાનું છે.
ઈન્ડીકેટર
1 | પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી |
2 | પ્રાર્થનાસભાના સંચાલનમાં તમામ વિદ્યાર્થીઓને સમાન તક |
3 | પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાજિંત્રોનો ઉપયોગ |
4 | પ્રાર્થનાસભામાં ઘડિયાગાન, સમાચાર વાંચન, પ્રશ્નોત્તરી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ |
5 | પ્રાર્થનાની પસંદગી તેમજ સમગ્રતયા રજૂઆતમાં પૂરતું વૈવિધ્ય |
માપદંડ
ઉક્ત માપદંડ આધારે સ્કૂલ ઇન્સ્પેક્ટર શાળા મુલાકાતના દિવસે શાળાની પ્રાર્થનાસભામાં ભાગ લઈ પ્રાર્થના કાર્યક્રમના નિરીક્ષણ તેમજ શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી જરૂરી આધારો ચકાસી સ્કૂલ ઇન્સ્પેક્ટરના મૂલ્યાંકન બાદ નિર્ણયો લે છે.
વિડીયો