સમજ
ગુણોત્સવ ૨.૦ અંતર્ગત તૃતીય મુખ્ય ક્ષેત્ર શાળાની સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ સંબંધી છે. વર્ષ દરમિયાન શાળામાં વિવિધ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ યોજાતી હોય છે. શાળા અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તામાં સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. શાળામાં યોજાતી વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પૈકી ગુણોત્સવ ૨.૦ દરમિયાન થનાર મૂલ્યાંકન માટે અમુક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે પ્રાર્થના સભા, યોગ-વ્યાયામ અને ૨મતગમત, વિશેષ પ્રવૃત્તિઓ તેમજ રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી વગેરેનો સમાવેશ કરવામાં આવેલો છે. આ મુખ્ય ક્ષેત્ર અંતર્ગત કુલ ૧૯ જેટલા સ્ટાન્ડર્ડ્સ (માપદંડો/ધોરણો) ચકાસવામાં આવે છે.
ઈન્ડીકેટર
પેટાક્ષેત્ર | ભારાંક | માપદંડની સંખ્યા |
પ્રાર્થનાસભા | 2% | 5 |
યોગ, વ્યાયામ અને રમતગમત | 2% | 5 |
વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી | 4% | 5 |
રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી | 4% | 4 |
વિડીયો