સમજ
આપત્તિ વ્યવસ્થાપન અંગેની માર્ગદર્શિકા અનુસાર શાળાના શિક્ષક-વિદ્યાર્થીઓ આપત્તિ વ્યવસ્થાપનનાં ઘટકોથી પરિચિત હોય તે જરૂરી છે. આ સંદર્ભે શાળાની તૈયારીઓ અને શાળા દ્વારા હાથ ધરવામાં આવતી પ્રક્રિયાઓની ચકાસણી આ માપદંડ હેઠળ કરવાનો પ્રકલ્પ રાખવામાં આવેલો છે.
ઈન્ડીકેટર
1 | શાળામાં આપત્તિ વ્યવસ્થાપન માટેના પૂરતા સાધનો ઉપલબ્ધ છે. |
2 | શાળામાં આપત્તિ વ્યસ્થાપન માટેનો પ્લાન ઉપલબ્ધ છે. |
3 | શાળાના મુખ્ય શિક્ષક / શિક્ષકોએ આપત્તિ વ્યવસ્થાપન માટેની તાલીમ મેળવી છે. |
4 | આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. |
5 | શાળામાં આપત્તિ સમયે લેવાના પગલા સંદર્ભે મોક ડ્રીલ કરવામાં આવેલ છે. |
6 | વિદ્યાર્થીઓને શાળાના આપત્તિ વ્યવસ્થાપન પ્લાનની જાણકારી છે. |
માપદંડ
માર્ક | આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે શાળાના શિક્ષક-વિદ્યાર્થીઓની તૈયારી યોગ્ય છે. |
5 | આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે શાળાના શિક્ષક-વિદ્યાર્થીઓનીતૈયારી ઉત્તમ છે. |
4 | આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે શાળાના શિક્ષક-વિદ્યાર્થીઓની તૈયારી સારી છે. |
3 | આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે શાળાના શિક્ષક-વિદ્યાર્થીઓની તૈયારી સંતોષકારક છે. |
2 | આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે શાળાના શિક્ષક-વિદ્યાર્થીઓની તૈયારી ઓછી સંતોષકારકછે. |
1 | આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે શાળાના શિક્ષક-વિદ્યાર્થીઓની તૈયારી નબળી છે. |
0 | આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે શાળાના શિક્ષક-વિદ્યાર્થીઓએ તૈયારી કરેલ નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
શાળા પરિસરના અવલોકન દ્વારા શાળા વિસ્તારની સલામતી અંગેની ચકાસણી કરવી
તાલીમ રજીસ્ટર તેમજ મુખ્ય શિક્ષક,શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નો પૂછીને વાતચીત કરવી