સમજ
શાળામાં વિદ્યાર્થી અને શિક્ષકોની સલામતી સુનિશ્ચિત કરવા સંદર્ભે ભૌતિક બાબતોનું વ્યવસ્થાપન અતિ આવશ્યક છે. શાળામાં ઉપલબ્ધ સંસાધનો સલામતીનાં ધોરણો અનુસાર યોગ્ય હોય, સંસાધનોની જરૂરી કાળજી લેવામાં આવતી હોય તે અતિ આવશ્યક છે. શાળાને ઉપલબ્ધ કરાવવામાં આવેલાં સંસાધાનો અને અન્ય ભૌતિક સુવિધાઓ કેટલી સલામત છે તેની જાણકારી મેળવવા માટે આ માપદંડ રાખવામાં આવેલો છે.
ઈન્ડીકેટર
1 | શાળાના મકાન / ઓરડાની સ્થિતિ |
2 | કમ્પાઉન્ડ વોલનો પ્રકાર અને સ્થિતિ |
3 | પાણીની ટાંકીની સ્થિતિ |
4 | ફાયર સેફટીની સુવિધા |
5 | પ્રાથમિક સારવાર સુવિધા |
6 | વિશેષ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે સુવિધા |
7 | વીજળીકરણ અને વીજ ઉપકરણની સ્થિતિ |
8 | ટ્રાન્સપોર્ટેશનની સુવિધા (લાગુ પડતું હોય ત્યાં) |
9 | CCTV કેમેરાની સુવિધા |
10 | વિશેષ રોગ ધરાવતા વિદ્યાર્થીઓની વિગતવાર માહિતી |
માપદંડ
માર્ક | શાળાનું પરિસર સલામતીની દ્દષ્ટિએ યોગ્ય છે. |
5 | શાળાનું પરિસર સલામતીની દ્દષ્ટિએ ઉત્તમ ધોરણો ધરાવે છે. |
4 | શાળાનું પરિસર સલામતીની દ્દષ્ટિએ સારા ધોરણો ધરાવે છે. |
3 | શાળાનું પરિસર સલામતીની દ્દષ્ટિએ સંતોષકારક ધોરણો ધરાવે છે. |
2 | શાળાનું પરિસર સલામતીની દ્દષ્ટિએ ઓછા સંતોષકારક ધોરણો ધરાવે છે. |
1 | શાળાનું પરિસર સલામતીની દ્દષ્ટિએ નબળા ધોરણો ધરાવે છે. |
0 | શાળાનું પરિસર સલામતીની દ્દષ્ટિએ યોગ્ય નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
શાળા પરિસરનું અવલોકન કરવું તેમજ મુખ્ય શિક્ષક,શિક્ષકો, અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નો પૂછીને વાતચીત કરવી