સમજ
શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 8 માં દરેક વિષયને અને દરેક વિષયવસ્તુ ને ન્યાય આપવા અને શૈક્ષણિક કાર્યમાં અસરકારકતા વધારવાના હેતુથી આયોજનબદ્ધ તાસ પદ્ધતિ અને સમયપત્રકનું ચૂસ્ત અમલીકરણ શરૂ કરેલ છે. દર અઠવાડિયામાં ઉપલબ્ધ 45 તાસને ધ્યાને રાખી ધોરણ 1 થી 8 માટે શાળા સમયપત્રક અધ્યતન કરી તેને સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકવામાં આવ્યું છે આ તાસ આયોજન અને વિષય શિક્ષક પદ્ધતિનું શાળાની સ્થાનિક પરિસ્થિતિને અનુલક્ષીને કેવી રીતે અમલીકરણ કરવામાં આવી રહ્યું છે તેની ચકાસણી કરવાનો પ્રકલ્પ સદર માપદંડ હેઠળ રાખવામાં આવ્યો છે.
ઈન્ડીકેટર
1 | વિષય શિક્ષક પદ્ધતિનો અમલ થાય છે |
2 | તાસ શિક્ષણ પદ્ધતિનો અમલ થાય છે. (ચારથી વધારે શિક્ષકો હોય ત્યાં) |
3 | દરેક વર્ગમાં સમય પત્રક લગાવેલ છે. |
4 | સમયપત્રકમાં પ્રત્યેક વિષયને ગાઈડલાઈન અનુસાર તાસ ફાળવેલ છે. |
5 | સમયપત્રક મુજબ શાળાનું કાર્ય થાય છે. |
માપદંડ
માર્ક | શાળામાં વિષય શિક્ષક પદ્ધતિ અને તાસ પદ્ધતિનો સુચારુ અમલ કરવામાં આવે છે |
5 | શાળા સમયપત્રકમાં તાસ પદ્ધતિ અને વિષય શિક્ષક પદ્ધતિ બંનેનો યોગ્ય રીતે અમલ થાય છે. |
4 | શાળા સમયપત્રકમાં તાસ પદ્ધતિનો યોગ્ય રીતે અમલ થાય છે પણ વિષય શિક્ષક પદ્ધતિનો યોગ્ય રીતે અમલ થતો નથી. |
3 | શાળા સમયપત્રકમાં વિષય શિક્ષક પદ્ધતિનો યોગ્ય રીતે અમલ થાય છે પણ તાસ પદ્ધતિનો યોગ્ય રીતે અમલ થતો નથી. |
2 | શાળા સમયપત્રકમાં તાસ પદ્ધતિનો અમલ થાય છે પણ વિષય શિક્ષક પદ્ધતિનો અમલ થતો નથી. |
1 | શાળા સમયપત્રકમાં વિષય શિક્ષક પદ્ધતિનો અમલ થાય છે પણ તાસ પદ્ધતિનો અમલ થતો નથી. |
0 | શાળા સમયપત્રકમાં તાસ પદ્ધતિ અને વિષય શિક્ષક પદ્ધતિ બંનેનો અમલ થતો નથી |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
શાળા સમયપત્રક ચકાસવું અને મુખ્ય શિક્ષક, શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછીને વાતચીત દ્વારા તેની ખરાઈ કરવી