સમજ
Right to Education Act – 2009 અન્વયે શાળા કક્ષાએ શાળાના વિકાસને સુનિશ્ચિત કરવા માટે શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કરવા જણાવેલ છે. શાળા વ્યવસ્થાપન સમિતિ શાળાની દૈનિક પ્રક્રિયાઓમાં શાળાને મદદરૂપ થાય છે. શાળા વિકાસ યોજના તૈયાર કરવા સંદર્ભે શાળા વ્યવસ્થાપન સમિતિની ભૂમિકા સવિશેષ છે એક સક્રિય અને અસરકારક શાળા વ્યવસ્થાપન સમિતિ શાળાની પ્રગતિને સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ જરૂરી છે આથી શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિની શાળાના કાર્યક્રમોમાં સક્રિય સહભાગીતા ચકાસવાનો હેતુ આ માપદંડ હેઠળ રાખવામાં આવેલ છે.
ઈન્ડીકેટર
1 | શાળા વિકાસ યોજના બનાવવામાં એસ.એમ.સી. શાળાને મદદરૂપ થાય છે. |
2 | શાળા વિકાસ યોજનાને અમલીકૃત કરવા એસ.એમ.સી. સક્રિય ભૂમિકા ભજવે છે. |
3 | શાળાની શૈક્ષણિક ગુણવત્તા અભિવૃદ્ધિમાં એસ.એમ.સી. ઉપયોગી બને છે. |
4 | હાજરી સંદર્ભે એસ.એમ.સી.એ યોગ્ય પગલા લીધેલ છે. |
5 | સ્થાનિક સંસાધન ઉપલબ્ધ કરાવવામાં એસ.એમ.સી. સહાયરૂપ થાય છે. |
6 | એસ.એમ.સી. શાળાને મળતી ગ્રાન્ટનાં ઉચિત ઉપયોગને સુનિશ્ચિત કરે છે. |
7 | શાળાની સમસ્યાઓ નિવારવા માટે એસ.એમ.સી. દ્વારા યોગ્ય પગલા લેવામાં આવેલ છે. |
8 | એસ.એમ.સી બેઠકના એજન્ડા તૈયાર કરવામાં એસ.એમ.સીના સભ્યો સક્રિય ભાગ લે છે. |
9 | એસ.એમ.સીની બેઠકો નિયમિત યોજાય છે. |
માપદંડ
માર્ક | શાળા વિકાસમાં એસ.એમ.સી. સક્રિય ભૂમિકા ભજવે છે |
5 | એસ.એમ.સી.ના સભ્યો શાળા વિકાસ યોજના તૈયાર કરવા ઉપરાંત શૈક્ષણિક તેમજ શાળાની અન્ય વહીવટી બાબતોમાં સક્રિયતા દર્શાવે છે. |
4 | એસ.એમ.સી.ના સભ્યો શૈક્ષણિક તેમજ શાળાની અન્ય વહીવટી બાબતોમાં સક્રિયતા દર્શાવે છે. |
3 | એસ.એમ.સી.ના સભ્યો માત્ર શાળાના વહીવટી બાબતો સંદર્ભે સક્રિય ભૂમિકા દર્શાવે છે. |
2 | શાળાના વિવિધ કાર્યક્રમોમાં માત્ર એસ.એમ.સી.ના વાલી સભ્યો જ ભાગ લે છે. |
1 | શાળા દ્વારા એસ.એમ.સી.ની રચના થયેલ છે પરંતુ સક્રિય ભૂમિકા નથી |
0 | શાળા દ્વારા સરકારશ્રીના નિયમોનુ સાર એસએમ.સી.ની રચના/પુનરચના થયેલ નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
SMC નું રજીસ્ટર ચકાસવું અબે SMC ના સભ્યો સાથે વાતચીત કરવી