સમજ
સામાન્ય રીતે શાળાઓ પોતાની ભૌતિક સુવિધાઓ પરત્વે ચિંતિત હોય છે અને તે મુજબ પોતાના આયોજનને અમલમાં મૂકતી હોય છે શાળા માટે જેટલી અગત્યની બાબત ભૌતિક પરિપ્રેક્ષ્યની છે તેટલી જ અગત્યની બાબત શૈક્ષણિક આયોજનની રહેલી છે. આ ઉપરાંત, શાળા દ્વારા તૈયાર કરવામાં આવેલ શાળા વિકાસ યોજનાનું અમલીકરણ યોગ્ય રીતે થાય તે જરૂરી છે. શાળા વિકાસ યોજનાના અમલીકરણથી ઉપસ્થિત થતા પડકારો તેમજ તેની ભાવિ અસરોને ધ્યાને રાખી સમયાંતરે શાળા વિકાસ યોજનાની સમીક્ષા થાય તે જરૂરી છે. ઉક્ત બાબતોની ચકાસણી કરવાનો ઉદ્દેશ આ માપદંડ હેઠળ રાખવામાં આવેલ છે. અહી શાળા વિકાસ યોજના બનાવવા માટે શાળામાં શું ઉપલબ્ધ છે અને શેની જરૂર છે તે જાણવા માટે કરવામાં આવતું પ્રાથમિક અસેસમેન્ટ એ બેઇઝલાઈન અસેસમેન્ટ છે
ઈન્ડીકેટર
1 | શાળાએ પોતાનું બેઇઝલાઇન એસેસમેન્ટ કરેલ છે. |
2 | શાળાએ પોતાના બેઝલાઈન એસેસમેન્ટમાં શૈક્ષણિક સ્તરનો એક મુદ્દા તરીકે સમાવેશ કરેલ છે. |
3 | શાળા દ્વારા બેઇઝલાઇન એસેસમેન્ટનાં આધારે પોતાનાં લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે. |
4 | શાળા વિકાસ યોજનાનું અમલીકરણ યોગ્ય રીતે થયેલ છે. |
5 | શાળા વિકાસ યોજનાની નિયમિત સમીક્ષા થાય છે. |
માપદંડ
માર્ક | શાળાએ યોગ્ય રીતે શાળા વિકાસ યોજના તૈયાર કરેલ છે. |
5 | શાળાએ ભૌતિક અને શૈક્ષણિક બાબતોને અનુલક્ષીને શાળા વિકાસ યોજના તૈયાર કરેલ છે અને તેનું યોગ્ય રીતે અમલીકરણ કરેલ છે. |
4 | શાળાએ ભૌતિક અને શૈક્ષણિક બાબતોને અનુલક્ષીને શાળા વિકાસ યોજના તૈયાર કરેલ છે પરંતુ તેનું યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવેલ નથી |
3 | શાળાએ તૈયાર કરેલ શાળા વિકાસ યોજનામાં ભૌતિક સુવિધા ઉપરાંત શૈક્ષણિક બાબતોનો પણ સમાવેશ કરેલ છે. |
2 | શાળાએ તૈયાર કરેલ શાળા વિકાસ યોજના ભૌતિક સુવિધા પુરતી મર્યાદિત છે |
1 | શાળાએ બેઝ લાઇન એસેસમેન્ટ કરેલ છે પરંતુ શાળા વિકાસ યોજના તૈયાર કરેલ નથી. |
0 | શાળાએ શાળા વિકાસ યોજના તૈયાર કરેલ નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
શાળા વિકાસ યોજનાની ચકાસણી કરવી
વિડીયો