સમજ
ગુણોત્સવ 2.0 અંતર્ગત દ્વિતીય મુખ્ય ક્ષેત્ર શાળા સંબંધિત છે. આ ક્ષેત્ર અંતર્ગત શાળા સંચાલન અને શાળા સલામતીની બાબતો પણ પેટા ક્ષેત્ર સ્વરૂપે અપનાવવામાં આવી છે. આ મુખ્ય ક્ષેત્ર અંતર્ગત કુલ 5 જેટલા સ્ટાન્ડર્સ (માપદંડો/ધોરણો) 2 પેટાક્ષેત્ર હેઠળ ચકાસવામાં આવશે. જેમાં 35 ઈન્ડીકેટર છે.
પેટાક્ષેત્ર | ભારાંક | માપદંડની સંખ્યા |
શાળા સંચાલન | ૧૦.૦૦% | ૩ |
શાળા સલામતી | ૬.૦૦% | ૨ |
અત્રે દરેક પેટાક્ષેત્રને પણ તેના સ્ટાન્ડર્સ (માપદંડ કે ધોરણો) માં વિભાજીત કરવામાં આવ્યા છે જેની વિગતો અત્રે રજૂ કરેલ છે.
4.1 પેટાક્ષેત્ર – 1 સંચાલન
રાજ્યની શાળાઓનું સંચાલન કેવી રીતે થઇ રહ્યું છે તેની જાણકારી મેળવવા સંદર્ભે આ પેટાક્ષેત્રમાં માપદંડો નિર્ધારીત કરવામાં આવ્યા છે. કોઇપણ શાળાના શૈક્ષણિક અને વહીવટી સંચાલન સંદર્ભે શાળા વિકાસ યોજના તૈયાર કરવામાં આવે છે. શાળા પોતાના દૈનિક કાર્યક્રમોનું આયોજન આ શાળા વિકાસ યોજનાને અનુલક્ષીને કરતી હોય છે શાળા વિકાસ યોજના જ શાળાઓને અપેક્ષિત સિદ્ધિઓ સુધી પહોંચવા માટે પથદર્શક બને છે. શાળા વિકાસ યોજનાની અમલવારીમાં શાળાના સભ્યો ઉપરાંત શાળા વ્યવસ્થાપન સમિતિનો પણ ફાળો સવિશેષ રહેલો હોય છે. આ બધી બાબતોની ચકાસણી અર્થે આ પેટાક્ષેત્ર અત્રે વિચારવામાં આવેલ છે. આ પેટાક્ષેત્રમાં કુલ ૩ સ્ટાન્ડર્સ (માપદંડો/ધોરણો) નક્કી કરવામાં આવેલ છે જે કુલ ૧૯ ઈન્ડીકેટર પર શાળા સંચાલનની પ્રવિધિને ચકાસશે.
1. શાળા વિકાસ યોજનાની રચના અને અમલીકરણ
2. શાળા વ્યવસ્થાપન સમિતિની ભૂમિકા
3. શાળા સમયપત્રક (રાજ્યની નીતિ સાથેની તર્કસંગતતા)