સમજ
શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રક્રિયામાં સામેલ કરવા માટે વિવિધ પ્રશ્નો પૂછવામાં આવે છે. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વિભાવના અનુસાર વિદ્યાર્થીઓ જે તે શૈક્ષણિક હેતુને અનુલક્ષીને અપેક્ષિત અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરી રહ્યા છે કે કેમ ? તેનું તત્કાલીન આકલન શિક્ષકની પ્રશ્નો પૂછવાની પ્રવિધિથી થઇ શકે છે. પ્રશ્નોની ગુણવત્તા અને અસરકારકતાના કારણે વિદ્યાર્થીની કચાશને તત્સમય જાણી શિક્ષક વધુ પ્રયત્નો કરી કચાશને દૂર કરી અન્ય વિદ્યાર્થીઓની સમીપ જે તે વિદ્યાર્થીને લાવી શકે છે તેમજ વિદ્યાર્થીઓને પ્રશ્નોની મદદથી આગળ વિચારતા કરી શકે છે. શિક્ષકના આ પ્રયત્નોની ચકાસણી સદર માપદંડ હેઠળ કરવાનો પ્રકલ્પ અત્રે રાખવામાં આવેલો છે.
ઈન્ડીકેટર
1 શિક્ષક પ્રશ્નો પૂછે છે
2 શિક્ષક પેટાપૂ રક પ્રશ્નો પૂછે છે
3 શિક્ષક વિચારપ્રેરક પ્રશ્નો પૂછે છે
4 મુક્ત શિક્ષક મુક્ત જવાબી પ્રશ્નો પૂછે છે
માપદંડ
માર્ક | શિક્ષકો અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને યોગ્ય પ્રશ્નો પૂછે છે. |
5 | તમામ શિક્ષકો અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને યોગ્ય પ્રશ્નો પૂછે છે. |
4 | મોટા ભાગના શિક્ષકો અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને યોગ્ય પ્રશ્નોપૂછે છે. |
3 | અડધાથી વધુ શિક્ષકો અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને યોગ્ય પ્રશ્નો પૂછે છે. |
2 | અડધાથી ઓછા શિક્ષકો અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને યોગ્ય પ્રશ્નો પૂછે છે |
1 | થોડાક જ શિક્ષકો અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને યોગ્ય પ્રશ્નો પૂછે છે. |
0 | એક પણ શિક્ષક અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને યોગ્ય પ્રશ્નો પૂછતા નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
વર્ગખંડ અવલોકન દરમિયાન જરૂર જણાય તેવા તમામ પ્રકારના પુરાવા