સમજ
પેટાક્ષેત્ર-૫: અધ્યયન-અધ્યાપનપ્રક્રિયાઓ
શિક્ષણની અસરકારકતાનો આધાર શિક્ષક દ્વારા વર્ગખંડમાં હાથ ધરવામાં આવતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓની સફળતા ૫૨ રહેલો છે. શિક્ષક જે તે વિષયને અનુલક્ષીને વિવિધ અપેક્ષિત અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ હોય છે. આ માટે શિક્ષકની વર્ગખંડ શિક્ષણ સંદર્ભની તૈયારી, જે તે અપેક્ષિત અધ્યયન નિષ્પત્તિઓના સંદર્ભમાં શિક્ષણકાર્ય, વર્ગખંડ પ્રક્રિયાને જીવંત બનાવવા માટે તેમજ શિક્ષણની પ્રક્રિયાને દ્વિ-ધ્રુવી બનાવવા માટે શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સામેલગીરી વધારવા કરવામાં આવતા પ્રયત્નો અને વર્ગખંડની વિવિધ પ્રક્રિયાઓમાં તમામ વિદ્યાર્થીઓની સમાન સામેલગીરી સુનિશ્ચિત કરી વર્ગખંડ પ્રક્રિયાની સફળતા અર્પવા પ્રયત્ન કરે છે. શિક્ષકના આ પ્રયત્નોની જાણકારી મેળવવા આ પેટાક્ષેત્ર હેઠળ પ્રયત્ન કરવામાં આવે છે.
ઈન્ડીકેટર
૧. અધ્યાપન માટેની તૈયારી
૨. અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખીને શિક્ષણકાર્ય
૩. શિક્ષકો દ્વારા પૂછાતાપ્રશ્નો
૪. વિદ્યાર્થીઓનું રચનાત્મક મૂલ્યાંકન
૫. અધ્યયનમાં સમાનતક
ઉક્ત માપદંડ ચકાસવા સંદર્ભે વર્ગખંડ માટે અસરકારક વાતાવરણ – માપદંડની જે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે તે જ બાબતો ને અહીં ધ્યાનમાં લેવામાં આવે છે. જેવી કે વર્ગખંડ પ્રક્રિયામાં ખલેલ ન પહોંચે તે રીતે આ વર્ગખંડ અવલોકન કરવું, વર્ગખંડ પ્રક્રિયા પૂર્ણ થાય બાદ જરૂરીજણાય તો જ શિક્ષક સાથે ચર્ચા કરવી વગેરે.
સ્કૂલ ઇન્સ્પેકટર દ્વારા જે વર્ગની મુલાકાત લેવાની થાય તે વર્ગમાં શિક્ષકના નિયમિત વર્ગખંડ શિક્ષણનું અવલોકન કરવાનું છે
વર્ગખંડની નિયમિત પ્રક્રિયાને ખલેલ ન પહોંચે તે રીતે વર્ગખંડ અવલોકનના માધ્યમથી આ પેટાક્ષેત્ર હેઠળની બાબતો ચકાસવાની રહેશે
નિયમિત વર્ગખંડ પ્રક્રિયાના અવલોકન દરમ્યાન વિદ્યાર્થી અને શિક્ષક સાથે ચર્ચા કરવાની જરૂરિયાત જણાય તો વર્ગખંડ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ વિદ્યાર્થી અને શિક્ષક સાથે સંવાદ કરી
શકાશે.
ઉપર દર્શાવ્યા મુજબ જે તે ચકાસણીના મુદ્દાની સામે ત્રણ ધોરણ પસંદ કરવાના રહેશે જેમાં ધોરણ 1 અને 2માંથી કોઇ એક; ધોરણ 3, 4 અને 5માંથી કોઇ એક તેમજ ધોરણ 6, 7 અને 8માંથી કોઇ એક ધોરણ પસંદ કરવાનું રહેશે
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
વર્ગખંડ અવલોકન દરમિયાન જરૂર જણાય તેવા તમામ પ્રકારના પુરાવા