સમજ
અધ્યયન પ્રક્રિયાનું અંતિમ ચરણ એટલે Consolidation કરવું, સંકલન કરવું કે સમન્વય કરવું. અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં ગતિવિધિને ધ્યાને રાખી શિક્ષક સમગ્ર અધ્યયન અનુભવોને પુનઃ વિદ્યાર્થી સમક્ષ લાવવા પ્રયત્ન કરે છે અને અંતિમ લક્ષ્ય તરીકે તેઓ શું શીખ્યા તે જાણવાનો પ્રયત્ન કરે છે, આમ શિક્ષક દ્વારા થતા આવાપ્રયત્નોને જાણવાનો હેતુ આ માપદંડ હેઠળ છે.
ઈન્ડીકેટર
1 શિક્ષક તાસના અંતે તાસમાં શીખવેલી બાબતોનો સારાંશ કહે છે.
2 શિક્ષક શીખવેલી બાબતોનું તાસના અંતે દ્રઢીકરણ કરાવે છે.
3 વિદ્યાર્થીઓ જે શીખ્યા છે તેમના વિશે વાત કરી શકે છે.
માપદંડ
માર્ક | તાસના અંતે વિદ્યાર્થીઓ જે શીખ્યા છે તેના વિશે વાત કરી શકે છે. |
5 | તમામ વિદ્યાર્થી તેઓ જે શીખ્યા છે તેના વિશેવાત કરી શકે છે. |
4 | મોટા ભાગના વિદ્યાર્થી તેઓ જે શીખ્યા છેતેના વિશે વાત કરી શકે છે. |
3 | અડધાથી વધુ વિદ્યાર્થી તેઓ જે શીખ્યા છે તેના વિશે વાત કરી શકે છે. |
2 | અડધાથી ઓછા વિદ્યાર્થી તેઓ જે શીખ્યા છે તેના વિશે વાત કરી શકે છે. |
1 | થોડાકજ વિદ્યાર્થી તેઓ જે શીખ્યા છે તેના વિશે વાત કરી શકે છે. |
0 | કોઈ પણવિદ્યાર્થી તેઓ જે શીખ્યા છે તેના વિશે વાત કરી શકતા નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
વર્ગખંડ અવલોકન દરમિયાન જરૂર જણાય તેવા તમામ પ્રકારના પુરાવા