સમજ
શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતું શૈક્ષણિક આદાન પ્રદાન એ ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે ખૂબ જ જરૂરી છે. શિક્ષક દ્વારા આ બાબતે હરહંમેશ પ્રયત્ન કરવામાં આવે તે ઇચ્છનીય છે. આ સંદર્ભે શિક્ષક દ્વારા વિદ્યાર્થી સંબંધ કેવી અધ્યયન તકોનું નિર્માણ થઈ રહ્યું છે તે જાણવાનો પ્રકલ્પ આ માપદંડ હેઠળ રાખવામાં આવેલ છે.
ઈન્ડીકેટર
1 શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે તાસ દરમિયાન વિષયાંગ સંબંધિત ચર્ચા થતી જોવા મળે છે.
2 ચર્ચા દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓને રજૂઆત કરવા માટે પૂ રતી તક આપે છે.
3 શિક્ષક વિદ્યાર્થીના પ્રશ્નોને ચર્ચામાં સમાવે છે.
4 શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓ એક બીજા સાથે ચર્ચા કરી શકે તેવા વાતાવરણનું નિર્માણ કરે છે.
માપદંડ
માર્ક | વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપનની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની સહભાગિતાનેપ્રોત્સાહિત કરવામાં આવે છે. |
5 | તમામ વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપનની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની સહભાગિતાનેપ્રોત્સાહિત કરવામાં આવે છે. |
4 | મોટાભાગના વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપનની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની સહભાગિતાનેપ્રોત્સાહિત કરવામાં આવે છે. |
3 | અડધાથી વધુ વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપનની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની સહભાગિતાનેપ્રોત્સાહિત કરવામાં આવે છે. |
2 | અડધાથી ઓછા વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપનની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની સહભાગિતાનેપ્રોત્સાહિત કરવામાં આવે છે. |
1 | થોડાક જ વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપનની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની સહભાગિતાનેપ્રોત્સાહિત કરવામાં આવે છે. |
0 | એક પણ વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપનની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની સહભાગિતાનેપ્રોત્સાહિત કરવામાં આવતી નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
વર્ગખંડ અવલોકન દરમિયાન જરૂર જણાય તેવા તમામ પ્રકારના પુરાવા