સમજ
અધ્યયન અધ્યાપન સામગ્રીના ઉપયોગથી શિક્ષક શૈક્ષણિક બાબતોને સરળ રીતે વિદ્યાર્થીઓ સમક્ષ પ્રસ્તુત કરી શકે છે શાળામાં ઉપલબ્ધ અધ્યયન સામગ્રીના ઉપયોગ થકી વિદ્યાર્થીની અધ્યયન કચાશોને દૂર કરી વિદ્યાર્થીઓને અપેક્ષિત અધ્યયન સ્તર સુધી પહોંચાડવા શિક્ષક પ્રયત્નશીલ હોય છે. આ સંદર્ભે વર્ગખંડ કે શાળામાં ઉપલબ્ધ અધ્યયન સામગ્રી વિદ્યાર્થીને અધ્યયનપ્રદ અનુભવો પૂરા પાડવા કેટલા સક્ષમ છે? તે બાબતની ચકાસણી આ માપદંડ હેઠળ કરવામાં આવશે
ઈન્ડીકેટર
1 અધ્યયન સામગ્રી વિદ્યાર્થીની વય કક્ષાને અનુરૂપ છે
2 અધ્યયન સામગ્રી વિદ્યાર્થી માટે સરળ છે.
3 અધ્યયન સામગ્રી વર્ગખંડના વિષયના મુદ્દાને અનુરૂપ છે
4. અધ્યયન સામગ્રી વિદ્યાર્થીઓ ઉપયોગમાં લઇ શકે તે રીતે ગોઠવેલ છે.
5 વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી અધ્યયન સામગ્રી અધ્યયન નિષ્પતિને અનુરૂપ છે
માપદંડ
માર્ક | વિદ્યાર્થીઓ અધ્યયનમાં ઉચિત LMનો ઉપયોગ કરે છે. |
5 | તમામ વિદ્યાર્થી ઉચિત LMનો ઉપયોગ કરે છે. |
4 | મોટા ભાગના વિદ્યાર્થી ઉચિત LMનો ઉપયોગ કરે છે. |
3 | અડધાથી વધુ વિદ્યાર્થી ઉચિત LMનો ઉપયોગ કરે છે. |
2 | અડધાથી ઓછા વિદ્યાર્થી ઉચિત LMનો ઉપયોગ કરે છે. |
1 | થોડાક જ વિદ્યાર્થી ઉચિત LMનો ઉપયોગ કરે છે. |
0 | એક પણ વિદ્યાર્થી ઉચિત LMનો ઉપયોગ કરતા નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
વર્ગખંડ અવલોકન દરમિયાન જરૂર જણાય તેવા તમામ પ્રકારના પુરાવા