સમજ
શાળાની અધ્યયન પ્રક્રિયાને વધુ બહેતર બનાવવા માટે વર્ગખંડ વ્યવસ્થા પણ અગત્યનો ભાગ ભજવે છે. આ માપદંડ હેઠળ વર્ગખંડમાં શૈક્ષણિક પ્રક્રિયાને અનુરૂપ બેઠક વ્યવસ્થા ગોઠવવાની અનુકૂળતા વર્ગખંડની હવા-ઉજાસ અને વિદ્યાર્થીને પ્રવૃત્તિ કરવા માટેના અવકાશની ચકાસણી કરવાની બાબત વિચારણામાં લેવામાં આવી છે.
ઈન્ડીકેટર
1 વર્ગખંડમાં અધ્યયન – અધ્યાપન પ્રક્રિયાને અનુરૂપ બેઠક વ્યવસ્થા જોવા મળે છે.
2 વર્ગખંડમાં પૂરતા પ્રમાણમાં હવાઉજાસની વ્યવસ્થા છે.
3 વિદ્યાર્થીને પ્રવૃતિ કરવા માટે યોગ્ય અવકાશ પ્રાપ્ત થાય છે.
માપદંડ
માર્ક | શાળામાં અસરકારક વર્ગખંડ વાતાવરણ જોવા મળે છે. |
5 | તમામ વર્ગખંડમાં અસરકારક વર્ગખંડ વાતાવરણ જોવા મળે છે. |
4 | મોટા ભાગના વર્ગખંડમાં અસરકારક વર્ગખંડ વાતાવરણ જોવા મળે છે. |
3 | અડધાથી વધુ વર્ગખંડમાં અસરકારક વર્ગખંડ વાતાવરણ જોવા મળે છે. |
2 | અડધાથી ઓછા વર્ગખંડમાં અસરકારક વર્ગખંડ વાતાવરણ જોવા મળે છે. |
1 | થોડાક જ વર્ગખંડમાં અસરકારક વર્ગખંડ વાતાવરણ જોવા મળે છે. |
0 | એકપણ વર્ગખંડમાં અસરકારક વર્ગખંડ વાતાવરણ જોવા મળતું નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
વર્ગખંડ અવલોકન દરમિયાન જરૂર જણાય તેવા તમામ પ્રકારના પુરાવા