સમજ
પેટાક્ષેત્ર–૪ અધ્યયન માટે અસરકારક વાતાવરણ અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાની સફળતાનો આધાર શાળા અને વર્ગખંડના અધ્યયનપ્રદ વાતાવરણ પર રહેલો છે. પ્રવર્તમાન ગુણોત્સવમાં વર્ગખંડની પ્રક્રિયાઓને ધ્યાને લેવામાં આવતી નથી. ગુણોત્સવ ૨.૦ અંતર્ગત વર્ગખંડના વાતાવરણને અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાની સફળતા માટેનો પાયો ગણેલ છે. શૈક્ષણિક પ્રક્રિયાની નીપજની જે અગત્ય છે તેનાથી કંઈક વિશેષ અગત્યની બાબત તે નિપજ સુધી પહોંચવા માટેની વર્ગખંડ પ્રક્રિયાનું છે. આ માટે વર્ગખંડ ભાવાવરણની અગત્યતા ખૂબ વધી જાય છે. આ પેટાક્ષેત્ર હેઠળ શાળાઓમાં અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન કેવા પ્રકારનું શૈક્ષણિક વાતાવરણ રહે છે તે જાણવાનો પ્રકલ્પ રાખવામાં આવેલ છે.
૧. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સોહાર્દપૂર્ણ વ્યવહાર માટે
૨. અસરકારક વર્ગખંડ વાતાવરણ અસરકારક
૩. શિક્ષકો દ્વારા પ્રેરણા
૪. વિદ્યાર્થીઓ દ્વારા ઉચિત અધ્યયન સામગ્રી (LM)નો ઉપયોગ
૫. ચર્ચા આધારિત અધ્યયન માટેની તકોનું નિર્માણ કરવું
૬. જે શીખ્યા હોય તે વિશે વાત કરવી
ઉક્ત માપદંડ ચકાસવા સંદર્ભે નીચે મુજબની બાબતો ધ્યાને લેવામાં આવે છે.
સ્કૂલ ઇન્સ્પેકટર દ્વારા જે વર્ગની મુલાકાત લેવાની થાય તે વર્ગમાં શિક્ષકના નિયમિત વર્ગખંડ શિક્ષણનું અવલોકન કરવાનું છે
વર્ગખંડની નિયમિત પ્રક્રિયાને ખલેલ ન પહોંચે તે રીતે વર્ગખંડ અવલોકનના માધ્યમથી આ પેટાક્ષેત્ર હેઠળની બાબતો ચકાસવાની રહેશે
નિયમિત વર્ગખંડ પ્રક્રિયાના અવલોકન દરમ્યાન વિદ્યાર્થી અને શિક્ષક સાથે ચર્ચા કરવાની જરૂરિયાત જણાય તો વર્ગખંડ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ વિદ્યાર્થી શિક્ષક સાથે સંવાદ કરી શકાશે.
કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ જે તે ચકાસણીના મુદ્દાની સામે ત્રણ ધોરણ પસંદ કરવાના રહેશે જેમાં ધોરણ 1 અને 2માંથી કોઇ એક; ધોરણ 3, 4 અને 5માંથી કોઇ એક તેમજ ધોરણ 6, 7 અને 8માંથી કોઇ એક ધોરણ પસંદ કરવાનું રહેશે
વિડીયો