પેટાક્ષેત્ર-૨ અને ૩ સત્રાંત કસોટી ૧ અને ૨
રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં સત્રાંત મૂલ્યાંકન કરવામાં આવે છે. પ્રથમ અને દ્વિતીય સત્રાંત મૂલ્યાંકનના કસોટીપત્રો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ કસોટી પત્રોનું શાળામાં જ્યારે અમલીકરણ થાય છે ત્યારે અન્ય શાળાના નિરીક્ષક શાળામાં ઉપસ્થિત રહી સત્રાંત મૂલ્યાંકનની ક્રિયા ક્ષતિ રહિત બને તે સુનિશ્ચિત કરે છે ઉપરાંત સત્રાંત મૂલ્યાંકન બાદ તમામ ઉત્તરવહીઓનું બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવે છે જેથી આ મૂલ્યાંકનની પ્રક્રિયા કેટલી સુચારું રહી છે તે જાણવાનો પ્રકલ્પ આ પેટાક્ષેત્ર અંતર્ગત રાખવામાં આવે છે.
પેટાક્ષેત્ર માપદંડો
૧. ઉત્તરવહીઓની ચકાસણી
૨. પરિણામ પત્રકમાં ગુણની નોંધ
૩. વાલીઓને જાણ
૪. સત્રાંત કસોટી ૧માં શાળાએ ……% ગુણ મેળવેલો છે.
૫. સત્રાંત કસોટી ૨માં શાળાએ ………% ગુણ મેળવેલો છે.
ઉક્ત માપદંડ ચકાસવા સંદર્ભે પણ એકમ કસોટીમાં ધ્યાનમાં લેવાની બાબતો જ અહીં સત્રાંત કસોટીના સંદર્ભે ધ્યાનમાં લેવામાં આવે છે. જેમકે, વર્ગમાંથી કેટલી ઉત્તરવહીઓની ચકાસણી કરવી, જવાબો શિક્ષક દ્વારા લખાવવામાં આવ્યા છે તેમ જણાય તો શું કરવું…વગેરે..
નોંધ :
માપદંડ-૪ઃ સત્રાંત કસોટી-૧માં સરેરાશ ગુણ આ માપદંડ હેઠળ જે દિવસે સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવે છે તે દિવસ સુધી સમગ્ર (સર્વ) શિક્ષા અભિયાનના પોર્ટલ પર ઉપલબ્ધ સત્રાંત કસોટી – ૧ ના ૧ સરેરાશ ગુણને અત્રે ગણતરીમાં લેવામાં આવેછે.
માપદંડ-પઃ સત્રાંત કસોટી-૨માં સરેરાશ ગુણ આ માપદંડ હેઠળ જે દિવસે સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવે છે તે દિવસ સુધી સમગ્ર (સર્વ) શિક્ષા અભિયાનના પોર્ટલ પર ઉપલબ્ધ સત્રાંત કસોટી – ૨ ના સરેરાશ ગુણને અત્રે ગણતરીમાં લેવામાં આવે છે.