સમજ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રાજ્યની સરકારી અથવા અનુદાનિત શાળામાંથી ધોરણ 1 થી 5 માં સળંગ અભ્યાસ કરી ધોરણ 5 નો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હોય તેવાવિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના છે અને સરકારી અથવા અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 8માં સળંગ અભ્યાસ કરી ધોરણ 8 પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ છે આ યોજના અંતર્ગત લેવાતી પરીક્ષાઓમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે અને ઉચ્ચ પરિણામ મેળવે એ હેતુથી મુખ્યક્ષેત્ર5 તરીકે આ બંને પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની ભાગીદારીને મહત્વ આપવામાં આવ્યું છે આ મુખ્ય ક્ષેત્ર અંતર્ગત કુલ 2 પેટાક્ષેત્ર, 4 માપદંડ અને 24 ઈન્ડીકેટર્સ છે.
ઈન્ડીકેટર
પેટાક્ષેત્ર | ભારાંક | માપદંડની સંખ્યા |
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષામાં ભાગીદારી | 10% | 2 |
મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષામાં ભાગીદારી | 10% | 2 |