સમજ
આ પેટાક્ષેત્ર અંતર્ગત મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજનાની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગીદારી નોંધાવી છે અને કેટલા વિદ્યાર્થીઓનો રાજ્યના મેરીટમાં સમાવેશ થયો છે તે બે બાબતો નોંધવામાં આવશે.
ઈન્ડીકેટર
1. મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ
2. મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષામાં વિદ્યાર્થીઓનો રાજ્યના મેરીટમાં સમાવેશ
આમ, ઉક્ત માપદંડની આધારે શાળા મુલાકાતના દિવસે જો આ પરીક્ષા લેવાઇ ગયેલ છે તો તેમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓની સંખ્યા અને પરિણામ પ્રાપ્ત થયેલ છે તો રાજ્યના મેરીટમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવશે જો શાળા મુલાકાતના દિવસ સુધીમાં ચાલુ વર્ષની પરીક્ષા લેવામાં આવેલ નથી તો તે પરિસ્થિતિમાં ગત વર્ષની પરીક્ષાને ધ્યાનમાં લેવામાં આવશે પરીક્ષા લેવાયેલ છે પણ પરિણામ પ્રાપ્ત થયેલ નથી તે પરિસ્થિતિમાં ગત વર્ષની પરીક્ષાને જ ધ્યાનમાં લેવામાં આવશે. આ પરિણામના અવલોકનથી નિર્ણયો લઇ શકાશે