🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
7 ફેબ્રુઆરી
📜7 ફેબ્રુઆરી, 1962માં જર્મનીમાં કોલસાની ખાણમાં થયેલ બ્લાસ્ટથી લગભગ 300 મજૂરોના મોત થયા હતા.
📜7 ફેબ્રુઆરી, 1983માં કોલકાતામાં ઇસ્ટર્ન ન્યૂઝ એજન્સીની સ્થાપના કરાઇ હતી.
📜7 ફેબ્રુઆરી, 2009માં મહારાષ્ટ્રના રાજ્યપાલ એસસી જમીર સ્વતંત્ર ભારતની 12મ તથા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને ડી. લિઠ્ઠી ઉપાધિથી સન્માનિત કર્યા હતા.
📜7 ફેબ્રુઆરી, 2016માં ઉત્તર કોરિયાએ સંયુક્ત રાષ્ટ્ર સંધિઓનું ઉલંઘન કરી બાહ્ય અંતરિક્ષમાં સેટેલાઇટ લોન્ચ કર્યું હતું.
📜7 ફેબ્રુઆરી, 1993માં ભારતના પ્રસિદ્ધ બેટમિંટન ખેલાડી કિદમ્બી શ્રીકાન્તનો જન્મ થયો હતો.
મહત્વની ઘટનાઓ
-
૧૯૭૯ – પ્લૂટો પ્રથમ વખત નેપ્ચ્યૂનની ભ્રમણકક્ષામાં ચાલ્યો ગયો.
-
૧૯૮૬ – રાષ્ટ્રપતિ જીન-ક્લાઉડ ડુવેલિયર કેરેબિયન રાષ્ટ્રમાંથી ભાગી જવાથી હૈતીમાં એક જ પરિવારના અઠ્ઠાવીસ વર્ષના શાસનનો અંત આવ્યો.
-
૧૯૯૦ – સોવિયેત યુનિયનનું વિસર્જન: સોવિયેત કમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય સમિતિ સત્તા પરનો પોતાનો એકાધિકાર છોડી દેવા સંમત થઈ.
-
૧૯૯૧ – હૈતીના લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા પ્રથમ રાષ્ટ્રપતિ જીન-બર્ટ્રાન્ડ એરિસ્ટિડે શપથ લીધા.
-
૧૯૯૫ – ૧૯૯૩ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર બોમ્બ ધડાકાના મુખ્ય સૂત્રધાર રામઝી યુસુફની પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ધરપકડ કરવામાં આવી.
-
૨૦૧૪ – વૈજ્ઞાનિકોએ જાહેરાત કરી કે ઇંગ્લેન્ડના નૉરફોકમાં હેપીસબર્ગના પદચિહ્નો એ ૮,૦૦,૦૦૦ વર્ષ પહેલાંના પ્રારંભિક પ્લેઇસ્ટોસીન (ભૂવૈજ્ઞાનિક યુગ)ના છે.