♦️♦️6 માર્ચ, 2008માં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફે સરબજીતસ સિંહની દયા અરજી નામંજૂર કરી હતી.
મહત્વની ઘટનાઓ
1953 – જોસેફ સ્ટાલિનનું 74 વર્ષની વયે અવસાન થયું.
1967 – જોસેફ સ્ટાલિનની પુત્રી સ્વેત્લાના ભારતમાં રશિયન દૂતાવાસ દ્વારા યુએસ પહોંચી.
1996 – ઇરાકે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ હેઠળ ‘ફૂડ ફોર ઓઇલ’ યોજના સ્વીકારી, આઇરિશ રિપબ્લિક આર્મીએ બ્રિટન સાથે 25 વર્ષનું યુદ્ધ જાહેર કર્યું, ઝડપી યુદ્ધવિરામને નકારી કાઢ્યો.
2001 – ફીજીમાં મહેન્દ્ર ચૌધરી સામે પક્ષમાં બળવો.
2009 – ભારતીય વાયુસેનામાં ત્રણ દાયકા સુધી સેવા આપ્યા પછી, મિગ-23 સ્કીંગ-વિંગ ફાઇટર એરક્રાફ્ટે તેની છેલ્લી ઉડાન ભરી.
2018- કોનરાડ સંગમાએ ભારતના મેઘાલય રાજ્યના 12મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા.
આજનો દિન વિશેષ મોટુરિ સત્યનારાયણ
૦૬ માર્ચ
મોટુરિ સત્યનારાયણ
દક્ષિણ ભારતમાં હિન્દી પ્રચાર આંદોલનના ૪ સંગઠક, હિન્દીના પ્રચાર-પ્રસાર- વિકાસના યુગ-પુરુષ, ગાંધી-દર્શન તેમજ જીવન મૂલ્યોના પ્રતિક તેમજ હિન્દી ભાષાને રાજભાષા તરીકે જાહેર કરનાર મોટુરિ સત્યનારાયણ . નો જન્મ ૦૨ ફેબ્રુઆરી,૧૯૦ર ના રોજ આંધ્રપ્રદેશના કૃણા – જિલ્લાના દોન્ડપાડુ ગામમાં થયો હતો. હિન્દી આંદોલનના પ્રણેતા મોટુરિ સત્યનારાયણ એ કેન્દ્રિય હિન્દી સંસ્થાની સ્થાપના કરી. કેન્દ્રિય હિન્દી સંસ્થાના નિર્માણ પૂર્વે મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભાના માધ્યમથી દક્ષિણ ભારતમાં હિન્દી ભાષાના પ્રચાર-પ્રસારમાં મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે.
હિન્દી સાહિત્ય તેમજ હિન્દી ભાષાના શિક્ષણ હેતુથી ઈ.સ.૧૯૫૨ માં આગ્રામાં હિન્દી વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. ઈ.સ.૧૯૫૮ માં હિન્દી વિદ્યાલયનું નામ “અખિલ ભારતીય હિન્દી વિદ્યાલય, આગ્રા’ રાખવામાં આવ્યું. મોટુરિ સત્યનારાયણ કહ્યું કે, ભારત એક બહુભાષી રાષ્ટ્ર છે. આપણા દેશની દરેક ભાષા બીજી ભાષા જેટલી જ મહત્વપૂર્ણ છે. મોટુરિ સત્યનારાયણ કેન્દ્રિય હિન્દી શિક્ષણ મંડળ આગ્રાના અધ્યક્ષ રહ્યા છે. ઈ.સ.૧૯૮૯ માં હિન્દી ભાષાના પ્રચારપ્રસાર તેમજ હિન્દી શિક્ષણક્ષેત્રે ઉલ્લેખનીય કાર્ય કરવા બદલ ‘ગંગાશરણસિંહ પુરસ્કાર’ થી સમ્માનિત કરવામાં આવ્યા.
મોટુરિ સત્યનારાયણને આંધ્રપ્રદેશ યુનિવર્સિટી દ્વારા ડી.લીટ, ભારત સરકાર દ્વારા હિન્દી ભાષાના પ્રચાર-પ્રસાર ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ પદ્મશ્રી, પદ્મભૂષણ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. ૦૬ માર્ચ, ૧૯૯૫ નાના રોજ મોટુરિ સત્યનારાયણનું નિધન થયું.
Chકaહીર સિતડી તીણી વીર દીકરીનહીનર દિન