🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 04 ઓગસ્ટ
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
🔳 ૧૯૫૪ – પાકિસ્તાન સરકારે,હાફિઝ જાલંધરી’ દ્વારા લખાયેલ અને ‘એહમદ જી.ચાગલા’ દ્વારા સ્વરબદ્ધ કરાયેલ, કોમી તરાનાને પાકિસ્તાનનાં રાષ્ટ્રગીત તરીકે માન્ય કર્યું.
🔳 1875: બાળકો માટે સુંદર વાર્તાઓ લખનારા હંસ ક્રિશ્ચિયન એન્ડરસનનો જન્મ થયો.
🔳 1929: આ દિવસે અભિનેતા, ગાયક, દિગ્દર્શક કિશોર કુમારનો જન્મ થયો.
🔳 1930: યુરોપિયન દેશ બેલ્જિયમમાં બાળ મજૂર કાયદો ઘડવામાં આવ્યો.
🔳 1947: જાપાનમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના.
🔳 1961: અમેરિકાના પ્રથમ કાળા રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો જન્મ થયો.
🔵આજના દિવસનાં જન્મ🔵
🍫૧૯૨૯ – કિશોર કુમાર,
➖ભારતીય ગાયક અને અભિનેતા
🍫૧૯૩૧ – નરેન તામ્હણે
➖ભારતીય ક્રિકેટર
🍫૧૯૬૧ – બરાક ઓબામા
– અમેરિકા રાષ્ટ્રપતિ
આજનો વ્યક્તિ વિશેષ ખાસ :
અમેરિકાના ભૂતપૂર્વ વડાપ્રધાન બરાક ઓબામા જન્મ દિવસ
અમેરિકાના પ્રમુખ અને કમાન્ડર-ઇન-ચીફ બરાક ઓબામાનો જન્મ ૪ ઓગસ્ટ ૧૯૬૧ ના રોજ હોનોલ્લૂમાં થયો હતો. ૧૯૮૩ માં કોલંબિયા યુનિવર્સીટી (ન્યુયોર્ક) માં પોલિટીકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ બે વર્ષ વ્યવસાયમાં જોડાયા.૧૯૮૮ માં ઓબામા હાર્વડ શાળામાં એડમિશન લીધું.૧૯૯૦ માં ઓબામા પહેલા હાર્વડ લો રિવ્યુના આફ્રિકન અમેરિકન એડિટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
– ૧૯૯૫ માં ઓબામાએ ડ્રીમ્સ ફ્રોમ માય ફાધર નામનું પુસ્તક પ્રકાશિત કર્યું.૧૯૯૬ માં સીનેટની એક સીટ પરથી ચુંટણીમાં જીત હાંસલ કરી. વર્ષ ૨૦૦૪ માં ૭૦ ટકા મતોથી જીત મેળવી ૩ જાન્યુઆરી ૨૦૦૫ ના રોજ ઓબામાએ શપથ લીધી.જે સમયે ઓબામાએ કાર્યભાર સંભાળ્યો એ સમયે વિશ્વમાં મંદીનો સામનો કરી રહ્યું હતું. સાથોસાથ અમેરિકામાં બે યુદ્ધો ચાલતા હતા.સૌ પ્રથમ ઓબામાએ નાણા, ઉર્જા,સ્વાથ્ય, શિક્ષણની સ્થિતિમાં પરિવર્તન લાવવા અભિયાન ચલાવ્યું. ૪૪ માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે કાર્યકાળ દરમિયાન ઓબામાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો પોતાનું કાર્ય સફળતાથી કરતાં ઓબામાએ વર્ષ ૨૦૧૨ ની રાષ્ટ્રપ્રમુખની ચુંટણીમાં જીત મેળવી.
– આજે ઓબામા વિશ્વના સૌથી પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે ઓળખાય છે.એક સફળ વ્યક્તિ ઓબામાએ કેટલાય લોકોને જીવનમાં આગળ વધવાની હિંમત આપી.