🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
4 નવેમ્બર
📜4 નવેમ્બર 1509માં અલ્પીડા બાદ અલ્ફાંસો ધ અમ્બુકર્ક ભારતમાં બીજા પોર્ટુગીઝ વાઇસરોય બન્યા હતા.
📜4 નવેમ્બર 1856માં જેમ્સ બુકાનના અમેરિકાના 15માં રાષ્ટ્રપતિ બન્યા હતા.
📜4 નવેમ્બર , 1947માં કામીરના બિડગાંવના મેજર સોમનાથ શર્માને પહેલો પરમવીર ચક્ર મળ્યો હતો, જોકે તેમને આ સન્માન મરણોપરાંત અપાયો હતો.
📜4 નવેમ્બર , 1954માં દાર્જીલિંગમાં હિમાલયન પર્વતારોહણની સંસ્થાની સ્થાપના કરી હતી.
📜4 નવેમ્બર , 2008માં બરાક ઓબામા આફ્રિકા મૂળના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા.
📜4 નવેમ્બર , 2015માં પાકિસ્તાનના લાહોરમાં એક ઇમારત ધરાશાયી થતા 45 લોકોના મોત થયા જ્યારે 100 લોકો ઘાયલા થયા હતા.
મહત્વની ઘટનાઓ
-
૧૮૪૭ – સ્કોટિશ ચિકિત્સક સર જેમ્સ યંગ સિમ્પસને ક્લોરોફોર્મના બેહોશી (એનાસ્થેસિયા)ના ગુણધર્મો શોધી કાઢ્યા.
-
૧૮૯૦ – કિંગ વિલિયમ સ્ટ્રીટ અને સ્ટોકવેલ વચ્ચે લંડનની પ્રથમ ડીપ લેવલ ટ્યુબ રેલવે ખુલ્લી મુકાઈ.
-
૧૯૨૧ – જાપાનના વડા પ્રધાન હારા તાકાશીની ટોક્યોમાં હત્યા કરવામાં આવી.
-
૧૯૮૦ – જિમી કાર્ટરને હરાવી રોનાલ્ડ રેગન અમેરિકાના ૪૦મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
-
૧૯૯૫ – ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ: ઈઝરાયલના વડા પ્રધાન યિતઝાક રાબિનની ઇઝરાયલી ઉગ્રવાદી દ્વારા હત્યા કરવામાં આવી.
-
૨૦૦૮ – બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા દ્વિવંશીય અથવા આફ્રિકન-અમેરિકન વંશના પ્રથમ વ્યક્તિ બન્યા.
-
૨૦૧૧ – “ઓરિસ્સા” રાજ્યનું નામ બદલીને સ્થાનીય ઉચ્ચારણ અનુસાર “ઑડિશા” કરવામાં આવ્યું.
આજનો ખાસ દિન વિશેષ વાસુદેવ બળવંત ફડકે
| ૦૪ નવેમ્બર વાસુદેવ બળવંત ફડકે ભારતના આ ક્રાંતિવીર વાસુદેવ ફડકેનો જન્મ ૦૪ નવેમ્બર ૧૮૪પના રોજ મહારાષ્ટ્રના શિરઢોણે ગામમાં થયો હતો. બ્રિટિશ સરકાર વિરુદ્ધ સશસ્ત્ર વિદ્રોહનું સંગઠન કરનાર તેઓ ભારતના પ્રથમ ક્રાંતિકારી હતા. એકલે હાથે ક્રાંતિની અલખ જગાવી હતી. પોતાના વિસ્તારમાં યુવાનોને જાગૃત કર્યા, તેમની મીટીંગમાં હાજરી આપતા.
શાસ્ત્રો ખરીદવા માટે પૈસાની જરૂર ઉભી થતી એટલે પુનાના માલે તુજાર રઈશોને ત્યાં લૂંટ કરવી પડતી. વાસુદેવ ફડકેએ બ્રિટીશરો વિરુદ્ધ ક્રાંતિની તૈયારી કરવા લાગ્યા. શિવાજીનો માર્ગ અપનાવી તેમણે આદિવાસીઓની સેના સંગઠિત કરવાનો પ્રારંભ કર્યો. તેમણે ઈ.સ. ૧૮૭૯ માં અંગ્રેજો વિરુદ્ધ વિદ્રોહની ઘોષણા કરી. આ ઉપરાંત તેમણે મહારાષ્ટ્રમાં ફરીફરીને નવયુવાનો સાથે વિચાર-વિમર્શ કર્યું અને તેમને સંગઠિત કરવાનો પ્રયત્ન કર્યો. મહારાષ્ટ્રના સાત જિલ્લામાં વાસુદેવ ફડકેની સેનાનો જબરદસ્ત પ્રભાવ પડ્યો.