♦️♦️27 ફેબ્રુઆરી , 2009માં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ પોતાની લોકસભા સીટના ઉત્તરાધિકારી પાર્ટીના વરિષ્ઠ નેતા લાલજી ટંડનને બનાવ્યા.
♦️♦️27 ફેબ્રુઆરી , 2010માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મજબૂત સ્તંભ અને પ્રખ્યાત સમાજસેવક નાનાજી દેશમુખનું નિધન થયું.
મહત્વની ઘટનાઓ
1994 – ઉત્તર કોરિયા તેના પરમાણુ પ્લાન્ટને આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ માટે ખોલવા સંમત થયું.
1995 – કોપીરાઈટ મુદ્દાઓ પર યુએન અમેરિકા અને ચીન વચ્ચે કરાર.
1999 – રેપ ગાયક લૌરીન હિલે પાંચ ગ્રેમી એવોર્ડ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો.
2001 – ક્રિકેટના મહાન ખેલાડી સર ડોન બ્રેડમેનનું અવસાન થયું.
2002 – અફઘાનિસ્તાનના વચગાળાના વડા પ્રધાન હામિદ કરઝાઈ ભારતની બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા.
2004 – મેસેડોનિયાના રાષ્ટ્રપતિ બેરીસ ટ્રેઝ કોવસ્કીનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું.
2006 – ઈરાન અને રશિયા પરમાણુ વિશુદ્ધીકરણ પર સમજૂતી પર પહોંચ્યા.
2007 – નેપાળ સરકાર દ્વારા રાજાની સંપત્તિના રાષ્ટ્રીયકરણની જાહેરાત.
આજનો દિન વિશેષ ગણેશ વાસુદેવ માવલંકર
| ૨૭ ફેબ્રુઆરી |
ગણેશ વાસુદેવ માવલંકર
પ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાની અને ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવલંકરનો જન્મ ૨૭ નવેમ્બર, ૧૮૮૮ ના રોજ વડોદરામાં થયો હતો. ગણેશ વાસુદેવ માવલંકરને ‘દાદા સાહેબ” નામથી જાણીતાં છે. પ્રારંભિક શિક્ષણ વડોદરામાં પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે તેઓ અમદાવાદ આવી બી.એ ની ડિગ્રી મેળવી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરવા તેઓ મુંબઈ યુનિવર્સિટી ગયો. વકીલાત અમદાવાદથી શરૂ કરી.વકીલાતની સાથોસાથ ગણેશ વાસુદેવ માવલંકર સાર્વજનિક કાર્યોમાં લાગી ગયા. સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીનાં સંપર્કમાં આવ્યા. ગણેશ વાસુદેવ માવલેકર વ ખેડા સત્યાગ્રહમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ઈ.સ. ૧૯૨૨ માં અસંહથોગ આંદોલનમાં જોડાવા તેમણે વકીલાત છોડી દીધી. આંદોલન પૂર્ણ થયા બાદ તેમણે ફરી વકીલાત શરૂ કરી અને ઈ.સ.૧૯૩૭ માં વકીલાત હંમેશને માટે મૂકી દીધી.
પંઢરપુર વિસ્તારમાં અનુસુચિત જાતિના લોકો માટે મંદિર પ્રવેશ સત્યાગ્રહના નેતા ગણેશ વાસુદેવ માવલંકર જ હતા.ઈ.સ.૧૯૩૭ માં મુંબઈ વિધાનસભાના સદસ્ય અને અધ્યક્ષ તરીકે ચૂંટાયા.સ્વતંત્રતા બાદ સર્વસંમતિથી તેમની નિમણુક લોકસભાના અધ્યક્ષ તરીકે કરવામાં આવી. ગણેશ વાસુદેવ માવલંકર એ સાયમન કમિશનનો બહિષ્કાર કરવા અમદાવાદમાં પ્રતિનિધિ તરીકે ભાગ લીધો. તેઓ સંવિધાન સભાના મુખ્ય સદસ્ય હતા. તેમણે મરાઠી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં અનેક ગ્રંથોનું નિર્માણ કર્યું છે. ૨૭ ફેબ્રુઆરી,૧૯૫૬ ના રોજ મહાનવિભૂતિ ગણેશ વાસુદેવ માવલંકરનું દેહાવસાન થયું.