🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
26 ફેબ્રુઆરી
♦️♦️26 ફેબ્રુઆરી, 1857માં પશ્ચિમ બંગાળના બહરામપુરમાં અંગ્રેજો વિરુદ્ધ પહેલો સૈન્ય વિદ્રોહ થયો હતો.
♦️♦️26 ફેબ્રુઆરી, 1972માં વર્ધા નજીક અરવીમાં સ્થિત વિક્રમ અર્થ સેટેલાઇટ સ્ટેશન ભારતના ચોથા રાષ્ટ્રપતિ વીવી ગિરિએ દેશને સમર્પિત કર્યુ.
♦️♦️26 ફેબ્રુઆરી, 1975માં અમદાવાદમાં દેશનું પહેલું પતંગ સંગ્રહાલય શંકર કેન્દ્ર સ્થાપિતા કરાયું હતું.
♦️♦️26 ફેબ્રુઆરી, 1886માં ગુજરાતી ભાષાના આદિ કવિ નર્મદનું નિધન થયું હતું.
♦️♦️26 ફેબ્રુઆરી, 1903માં ભારતના દસમાં મુખ્ય ન્યાયાધીશ કૈલાશ નાથ વાંચૂનો જન્મ થયો હતો.
મહત્વની ઘટનાઓ
-
૧૪૧૧ – અહમદશાહે માણેક બુર્જ પાસે અમદાવાદ શહેરનો પાયો નાખ્યો.
-
૧૬૧૬ – ગૅલિલિયો ગૅલિલિ પર રોમન કેથોલિક ચર્ચ દ્વારા પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તે દૃષ્ટિકોણ શીખવવા બદલ ઔપચારિક રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
-
૧૭૭૫ – બલમ્બંગન ટાપુ પર આવેલી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ફેક્ટરીને મોરો ચાંચિયાઓએ નાશ કરી.
-
૧૯૫૪ – મનાલી શહેરથી લગભગ ૨ કિ. મી.ના અંતરે આવેલ મનાલ્સુ ખાડીના સ્ત્રાવ વિસ્તારને ‘પંજાબ પક્ષીઓ અને જંગલી પ્રાણીઓ પ્રોટેક્શન એક્ટ ૧૯૩૩’ હેઠળ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો.
-
૨૦૧૯ – ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી ટ્રેનિંગ કેમ્પો પર એર-સ્ટ્રાઈક કરી.