🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
22 નવેમ્બર
📜22 નવેમ્બર , 1950માં અમેરિકાના રિચમંડ હિલ્સમાં થયેલ રેલ દુર્ઘટનામાં 79 લોકોના મોત નીપજ્યા હતા.
📜22 નવેમ્બર , 1968માં મદ્રાસ રાજ્યનું નામ બદલી તમિલનાડુ કરવાની માંગને લોકસભામાં સ્વીકૃતિ મળી હતી.
📜22 નવેમ્બર , 1997માં ભારતની ડાયના હેડન વિશ્વ સુંદરી બની હતી.
📜22 નવેમ્બર 1830માં બ્રિટિશરો સામે સ્વતંત્રતાની લડત ચલાવનાર રાણી લક્ષ્મીબાઈની સેનાની મુખ્ય સભ્ય ઝલકરી બાઇનો જન્મ થયો હતો.
📜22 નવેમ્બર , 1864માં ભારતની પ્રથમ મહિલા ચિકિત્સક રૂમાબાઇનો જન્મ થયો હતો.
📜22 નવેમ્બર , 2002માં મિસ વર્લ્ડ સ્પર્ધા યોજવાના વિરોધમાં નાઇજિરીયામાં થયેલા તોફાનોમાં સેંકડો લોકોના મોત થયા હતા
મહત્વની ઘટનાઓ
-
2008 – ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાનું પદ છોડવાની ધમકી આપી. જાણીતા હિન્દી કવિ કુંવર
-
નારાયણની વર્ષ 2005 માટે જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હતી.
-
2007 – યુકેમાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓની સમસ્યાનો સામનો કરવા માટે મજબૂત જાહેરાતો કરવામાં આવી.
-
2006 – ભારત અને વૈશ્વિક કન્સોર્ટિયમના અન્ય છ દેશોએ સૌર ઉર્જાનું ઉત્પાદન કરતા પ્રાથમિક ફ્યુઝન રિએક્ટરની સ્થાપના માટે પેરિસમાં ઐતિહાસિક કરાર કર્યો.
-
2002 – નાઇજીરીયામાં મિસ વર્લ્ડ સ્પર્ધાના સંગઠન સામે થયેલા રમખાણોમાં સેંકડો લોકો માર્યા ગયા.
-
2000 – પાકિસ્તાન અને ઈરાન પર યુનાઈટેડ સ્ટેટ્સના પ્રતિબંધો.
-
1998 – વિવાદાસ્પદ બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને ઢાકા કોર્ટમાં આત્મસમર્પણ કર્યું.
-
1997 – ભારતની ડાયના હેડન વિશ્વ સુંદરી બની.
આજનો ખાસ દિન વિશેષ વીરાંગના ઝલકારીબાઈ
૨૨ નવેમ્બર
વીરાંગના ઝલકારીબાઈ
વીરાંગના ઝલકારીબાઈનો જન્મ ૨૨ નવેમ્બર, ૧૮૩૦ ના રોજ ઝાંસીમાં થયો હતો. તેમનો જન્મ કોળી કુટુંબમાં થયો હતો. મામૂલી સૈનિક તરીકે નોકરીની શરૂઆત કરનાર ઝલકારીબાઈ આગળ જતાં રાણી લક્ષ્મીબાઈના વિશ્વાસુ સલાહકાર બની ગયા. ઝલકારીબાઈએ ઈ.સ.૧૮૫૭ ના બળવામાં ઝાંસીની લડાઈમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સ્ત્રીસેનામાં ચાવીરૂપ ભાગ ભજવ્યો હતો. લોર્ડ ડેલહાઉસીની રાજ્ય પર સત્તા જમાવવાની નીતિને કારણે નિઃ સંતાન રાણી લક્ષ્મીબાઈને તેમના ઉત્તરાધિકારીને દત્તક લેવાની પરવાનગી ન આપી.
અંગ્રેજોની આ નીતિને કારણે રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોની સામે આત્મસમર્પણ કરવાની બદલે તેમની સામે લડત આપી. અંગ્રેજોની સામે સતત લડત કરી ઝઝૂમનાર ઝલકારીબાઈએ રાણી લક્ષ્મીબાઈને કિલ્લો છોડીને ભાગી જવા સલાહ આપી. અંતિમ પ્રાણ સુધી ઝલકારીબાઈએ ઝાંસીની રક્ષા માટે લડતા રહ્યા. ભારત સરકારે ૨૨ જુલાઈ, ૨૦૦૧ ના રોજ ઝલકારીબાઈના સમ્માન માટે એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ઝલકારીબાઈની પ્રતિમા અને એક સ્મારક અજમેર, રાજસ્થાનમાં છે.અંગ્રેજ લશ્કર સામે સ્ત્રીસેનાના આગેવાન યોદ્ધા તરીકે એમણે વાંકવાદના નામો હવકાસ કર્યો હતો.