🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
21 ડીસેમ્બર
➡️21 ડિસેમ્બર , 1898માં રસાયણ શાસ્ત્રી પિયરે અને મેરી ક્યૂરીએ રેડિયમની શોધ કરી હતી.
➡️21 ડિસેમ્બર , 1923માં બ્રિટેનના સંરક્ષિત રાજ્યના દરજ્જામાંથી મુક્ત થઇને નેપાળ સંપૂર્ણ સ્વતંત્ર દેશ બન્યો હતો.
➡️21 ડિસેમ્બર , 1937માં રંગીન ચિત્ર અને અવાજ સાથેની પ્રથમ કાર્ટૂન ફિલ્મ ડિઝનીની સ્નો વ્હાઇટ પ્રદર્શિત થઇ હતી.
➡️21 ડિસેમ્બર , 2008માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને બોલિવૂડ સ્ટાર શાહરૂખ ‘ ખાનને યુએસ મેગેઝિન ન્યૂઝ બિક દ્વારા વિશ્વના 50 શક્તિશાળી લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.
➡️21 ડિસેમ્બર , 2007માં દેશના જાણીતા ‘ ન્યૂક્લિયર ફિઝીસિસ્ટ પી.કે.અયંગરનું નિધન થયું હતું
મહત્વની ઘટનાઓ
-
૧૯૧૩ – આર્થર વાઇનનું “વર્ડ-ક્રોસ”, પ્રથમ ક્રોસવર્ડ પઝલ, ન્યૂયોર્ક વર્લ્ડમાં પ્રકાશિત થયું.
-
૧૯૬૫ – તમામ પ્રકારના વંશીય ભેદભાવને નાબૂદ કરવા પર આંતરરાષ્ટ્રીય સંમેલન યોજવામાં આવ્યું.
-
૧૯૬૭ – માનવથી માનવ હૃદય પ્રત્યારોપણ કરાવનાર પ્રથમ વ્યક્તિ લુઇસ વોશકાન્સ્કીનું દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં અવસાન થયું, તેઓ પ્રત્યારોપણ બાદ ૧૮ દિવસ જીવિત રહ્યા હતા.
-
૧૯૬૮ – એપોલો પ્રોગ્રામ: એપોલો ૮ કેનેડી સ્પેસ સેન્ટરથી શરૂ કરવામાં આવ્યું. મનુષ્ય દ્વારા અન્ય અવકાશી ભાગની મુલાકાત માટેના પ્રથમ પ્રયાસમાં ચાલક દળ ચંદ્રના પ્રક્ષેપવક્ર પર રવાના થયું.
-
૧૯૯૫ – બેથલેહેમ શહેર ઈઝરાયલથી પેલેસ્ટાઇનના નિયંત્રણમાં ગયું.