🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
21 નવેમ્બર
📜21 નવેમ્બર , 1877માં થોમસ આલ્વા એડિસને વિશ્વની સામે પહેલો ફોનોગ્રાફ પ્રસ્તુત કર્યો હતો.
📜21 નવેમ્બર 1947માં આઝાદી બાદ પહેલી પોસ્ટ ટીકિટ બહાર પાડી હતી.
📜21 નવેમ્બર , 1963માં ભારતે નાઇક અપાચે નામનું પહેલું રોકેટ છોડ્યું હતું.
📜21 નવેમ્બર , 2007માં પેપ્સિકોની ચેરમેન ઇંદિરા નૂઈને અમેરિકન ઇંડિયન બિઝનેસ કાઉન્સિલના નિર્દેશક મંડળમાં સામેલ કરાયા હતા.
📜21 નવેમ્બર , 2008માં પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહે વૈશ્વિક મંદીમાં પણ ભારતનો આર્થિક વિકાસદર 8 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી.
📜21 નવેમ્બર 1970માં ભારતીય વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રામનનું નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૭૮૯ – નોર્થ કેરોલિનાએ યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને બહાલી આપી, અમેરિકાનું ૧૨મું રાજ્ય બન્યું.
-
૧૮૭૭ – થોમસ એડિસને અવાજને રેકોર્ડ (સંગ્રહ) કરી ફરી સંભળાવી શકે તેવા મશીન ફોનોગ્રાફની શોધની જાહેરાત કરી.
-
૧૯૦૫ – દ્રવ્યમાન–ઊર્જા સમતુલ્યતા સૂત્ર (ઇ = એમસી²) તરફ દોરી જતું આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું સંશોધનપત્ર અન્નાલેન ડેર ફિસિક જર્નલમાં પ્રકાશિત થયું.
-
૧૯૬૨ – ચીની પીપલ્સ લિબરેશન આર્મીએ ચીન-ભારત સરહદી સંઘર્ષમાં એકતરફી યુદ્ધવિરામની ઘોષણા કરી.
-
૧૯૭૧ – ભારતીય સૈનિકોએ, મુક્તી વાહિની (બંગાળી ગેરિલાઓ)ની આંશિક સહાયથી, ગરીબપુરના યુદ્ધમાં પાકિસ્તાન સૈન્યને હરાવ્યું.
-
૧૯૭૯ – પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકન રાજદૂતાવાસ પર ટોળાએ હુમલો કર્યો, આગ ચાંપી, જેમાં ચારના મોત થયા.
-
૨૦૦૨ – નાટોએ બલ્ગેરિયા, ઈસ્ટોનિયા, લાટવિયા, લિથુઆનિયા, રોમાનિયા, સ્લોવાકિયા અને સ્લોવેનિયાને સભ્ય બનવા આમંત્રણ આપ્યું.
-
૨૦૧૭ – રોબર્ટ મુગાબેએ ૩૭ વર્ષના કાર્યકાળ બાદ ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ પદેથી ઔપચારિક રીતે રાજીનામું આપ્યું.