🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
21 જાન્યુઆરી
📜21 જાન્યુઆરી , 1865માં પ્રથમ વખત તેલના કૂવાને તારપીડોથી ડ્રિલ કરવામાં આવ્યા હતા.
📜21 જાન્યુઆરી , 1972માં આસામનો નેકા ક્ષેત્ર કેન્દ્રશાસિત અરૂણાચલ પ્રદેશ બન્યો.
📜21 જાન્યુઆરી , 1996માં ઇન્ડોનેશિયાના સુમાત્રા કિનારે મુસાફરોથી ભરેલી બોટ ડૂબતા લગભગ 400 લોકોના મોત નીપજ્યાં હતા.
📜21 જાન્યુઆરી , 2008માં ભારતે ઈઝરાઇલનો જાસૂસ સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો અને તેને પોલર આર્બિટમાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યો હતો.
📜21 જાન્યુઆરી , 2009ના એરફોર્સનું પ્રશિક્ષણ વિમાન સૂર્ય કિરણ કર્ણાટકના બિદરમાં ક્રેશ થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૭૮૯ – વિલિયમ હિલ બ્રાઉન દ્વારા પ્રથમ અમેરિકન નવલકથા ધ પાવર ઓફ સિમ્ફથી ઓર ટ્રીમ્ફ ઓફ નેચર ફાઉન્ડેડ ઇન ટ્રુથ, બોસ્ટનમાં છાપવામાં આવી.
-
૧૯૨૫ – અલ્બાનિયાએ પોતાને પ્રજાસત્તાક જાહેર કર્યું.
આજનો દિન વિશેષ મેઘાલય રાજ્ય ની રચના
Assan મેઘાલય ૦૨ એપ્રિલ,૧૯૭૦ ના રોજ મેઘાલયની રચના આસામ અંતર્ગત એક સ્વતંત્ર રાજ્ય તરીકે થઈ હતી ને મેઘાલયને ૨૧ જાન્યુઆરી, ૧૯૭૨ ના રોજ પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો. મેઘાલય શબ્દનો અર્થ મેઘો (વાદળો)નું ઘર (ધી એબોડ ઓફ ક્લાઉડસ) એવો થાય છે.મેઘાલયના પાટનગર શિલોંગને પૂર્વનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે.
વિશ્વમાં સૌથી વધુ વરસાદ ધરાવતું માસીનરામ અને ચેરાપુંજી મેઘાલયમાં આવેલું છે.મેઘાલયની મધ્ય અને પૂર્વ ભાગમાં ખાસી અને જયંતીયા પર્વતો આવેલા છે. મેઘાલય સેવન સિસ્ટર્સ પૈકીનું એક રાજ્ય છે. મણિપુર મણિપુર ભારતની પૂર્વીય સીમાએ આવેલું રાજ્ય છે. મણિપુર રાજ્યની સ્થાપના ૨૧ જાન્યુઆરી, ૧૯૭૨ ના રોજ થઈ હતી.મણિપુર ઈ.સ.૧૯૬૨ સુધી કેન્દ્રશાસિત પ્રદેશ હતો. ૨૧ જાન્યુઆરી, ૧૯૭૨ માં ત્રણ વિસ્તારને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો.
મણિપુરની પૂર્વમાં મ્યાનમાર,ઉત્તરમાં નાગાલેન્ડ,પશ્ચિમમાં આસામ અને મિઝોરમ આવેલા છે.મણિપુર ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતા રાજ્યોમાં પાંચમાં સ્થાને છે.મણિપુરના ઉખરલ જિલ્લામાં સિરોઈ પર્વતશ્રેણીમાં લીલીફૂલ મળી આવે છે. તે વિશ્વમાં માત્ર એક આ એક સ્થળેથી મળી આવે છે.દ્વિતીય વિશ્વયુદ્ધ દરમ્યાન ઇમ્ફાલ મહત્વનું સ્થળ હતું.મણિપુર સેવન સિસ્ટર્સ પૈકીનું એક રાજ્ય છે. ત્રિપુરા ત્રિપુરા એક સમયે જિલ્લા તરીકે કાર્યરત હતું.
૧૫ ઓક્ટોબર,૧૯૪૯ માં ત્રિપુરાનો વિલય ભારતમાં થયો. ત્રિપુરા ભારતનું એકમાત્ર રાજ્ય છે કે જે ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણેય દિશાએથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. ત્રિપુરાની ઉત્તર-પૂર્વે આસામ અને પૂર્વમાં મિઝોરમ આવેલું છે.ત્રિપુરાના કુલ વિસ્તારનો અંદાજિત ૮૪ ટકા ભાગ આંતરરાષ્ટ્રીય સરહદે આવેલો છે.ભારતના નાના રાજ્યોમાં | ત્રિપુરા ત્રીજા સ્થાને છે. ભારતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતા રાજ્યોમાં ત્રિપુરા ત્રીજા સ્થાને છે.ત્રિપુરા Pvc – EPIC (પીવીસી ઈલેક્ટ્રોલ ફોટો આઇડેન્ટિટી કાર્ડ) મતદાતા ફોટો કાર્ડ જાહેર કરનાર દેશનું પ્રથમ રાજ્ય છે.ત્રિપુરા સેવન સિસ્ટર્સ પૈકીનું એક રાજ્ય છે.