












આજનો દિવસ 













20 ફેબ્રુઆરી
♦️♦️20 ફેબ્રુઆરી, 1835ના રોજ કલકત્તા મેડિકલ કોલેજને અધિકારીક રીતે ખોલવામાં આવી.
♦️♦️20 ફેબ્રુઆરી, 1847માં રોયલ કલકત્તા ટર્ફ ક્લબની સ્થાપના થઈ.
♦️♦️20 ફેબ્રુઆરી, 1936માં સર્વશ્રેષ્ઠ ફૂટબોલ ખેલાડીમાંના એક જરનૈલ સિંહનો જન્મ થયો હતો.
♦️♦️20 ફેબ્રુઆરી, 1707માં મુગલ સામ્રાજ્યના શાસક ઔરંગઝેબનું અહમદનગરમાં નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
1547 – એડવર્ડ VI નો વેસ્ટમિંસ્ટર એબી ખાતે ઇંગ્લેન્ડના શાસક તરીકે રાજ્યાભિષેક થયો.
1798 – લુઇસ એલેક્ઝાન્ડ્રે બર્થિયરે પોપ પાયસ છઠ્ઠાને પદભ્રષ્ટ કર્યા.
1833 – ઇજિપ્ત સાથેના યુદ્ધમાં તુર્કીને મદદ કરવા માટે રશિયન જહાજો બાસફોરસ ખાડી પહોંચ્યા.
1835 – કલકત્તા મેડિકલ કોલેજ સત્તાવાર રીતે ખોલવામાં આવી.
1846 – અંગ્રેજોએ લાહોર પર કબજો કર્યો.
1847 – રોયલ કલકત્તા ટર્ફ ક્લબની સ્થાપના.
1868 – ‘અમૃત બજાર પત્રિકા’એ સાપ્તાહિક તરીકે બંગાળીમાં પ્રકાશન શરૂ કર્યું.
1872 – ન્યુ યોર્ક સિટીમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટસ ખુલ્યું.
1873 – કેલિફોર્નિયા યુનિવર્સિટીએ સાન ફ્રાન્સિસ્કોમાં તેની પ્રથમ મેડિકલ કોલેજ ખોલી.
1933 – એડોલ્ફ હિટલરે ચૂંટણીમાં નાઝી પાર્ટીને ટેકો આપવા જર્મન ઉદ્યોગપતિઓ સાથે ગુપ્ત રીતે મુલાકાત કરી.
1935 – કેરોલિન મિકલ્સન એન્ટાર્કટિક પહોંચનાર પ્રથમ મહિલા બની.
આજનો દિન વિશેષ અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ રાજ્ય સ્થાપના દિવસ
૨૦ ફેબ્રુઆરી | અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ રાજ્ય સ્થાપના દિવસ
અરુણાચલ પ્રદેશ ભારતનું એક પૂર્વોત્તર રાજ્ય છે. અરુણાચલનો અર્થ હિન્દીમાં ઉગતા સૂર્યનો પર્વત એવો થાય છે. 4 અરુણાચલ પ્રદેશ ભારતનું એક અભિન્ન રાજ્ય છે. પરંતુ ચીનના 7 એક ભાગ દક્ષિણ તિબેટ પર તેનો અધિકાર છે. અરુણાચલ પ્રદેશની મુખ્ય ભાષા હિન્દી અને અસમિયા છે. અરુણાચલ પ્રદેશને ઈ.સ.૧૯૬ર પહેલા પૂર્વોત્તર સીમાંત એજન્સીના નામે ઓળખવામાં આવતું હતું. રાજ્યની પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ દિશાએ અનુક્રમે ભૂતાન, તિબેટ,ચીન અને મ્યાનમાર દેશોની સરહદો લાગે છે.