🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
2 જાન્યુઆરી
📜2 જાન્યુઆરી , 1757માં બ્રિટિશ સૈનિકોએ ભારતના કોલકાતા શહેર પર કબજો કર્યો હતો.
📜2 જાન્યુઆરી , 1839માં ફાંસના ફોટોગ્રાફર લઇ દાગુએરે ચંદ્રનો પહેલો ફોટો પ્રદર્શિત કર્યો હતો.
📜2 જાન્યુઆરી , 1954માં પદ્મ વિભૂષણ અને ભારત રત્ન પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.
📜2 જાન્યુઆરી , 1973માં જનરલ માનિક ‘ શોને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા હતા.
📜2 જાન્યુઆરી , 1940માં ભારતીય અમેરિકી ગણિતજ્ઞ એસ .આર શ્રીનિવાસ વર્તનનો જન્મ થયો હતો.
📜2 જાન્યુઆરી 2010માં પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર રાજેન્દ્ર શાહનું અવસાન થયું હતું.
-
૧૭૮૮ – જ્યોર્જિયા યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને બહાલી આપનારું ચોથું રાજ્ય બન્યું.
-
૧૯૫૪ – ભારતે તેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો, ભારત રત્ન અને પદ્મવિભૂષણની સ્થાપના કરી.
-
૧૯૭૫ – નવી રેલવે લાઇનના ઉદઘાટન પ્રસંગે બિહારના સમસ્તીપુર ખાતે બોમ્બ વિસ્ફોટમાં રેલવે મંત્રી લલિત નારાયણ મિશ્રા જીવલેણ રીતે ઘાયલ થયા.
-
૧૯૭૮ – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મુહમ્મદ ઝિયા-ઉલ-હકના આદેશ પર અર્ધલશ્કરી દળોએ પાકિસ્તાનના મુલ્તાનમાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા કામદારો પર ગોળીબાર કર્યો; તેને મુલ્તાન કોલોની ટેક્સટાઇલ મિલ્સ હત્યાકાંડ – ૧૯૭૮ તરીકે ઓળખવામાં આવે છે.
આજનો ખાસ દિન વિશેષ ભારતરત્ન પુરસ્કાર

ભારતરત્ન ભારત દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. તે આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. કારણ આ સેવાઓમાં કલા,સાહિત્ય, વિજ્ઞાન અને સાર્વજનિક ક્ષેત્રે આપેલી , ન સેવાઓનો સમાવેશ થાય છે. આ પુરસ્કારની આપવાની શરૂઆત ૦૨ જાન્યુઆરી, ૧૯૫૪ ના રોજ એ સમયના રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. અન્ય પુરસ્કારો ‘પદ્મશ્રી’, ‘પદ્મભૂષણ’, અને ‘પદ્મવિભૂષણ’ વગેરેથી ‘ભારતરત્ન” શ્રેષ્ઠ પુરસ્કાર છે. આ પુરસ્કાર શરૂઆતમાં મરણોપરાંત આપવાની જોગવાઈ ન હતી પરંતુ ઈ.સ.૧૯૫૪ માં આ જોગવાઈ કરવામાં આવી.
ભારતરત્ન પુરસ્કારનું સ્વરૂપ મૂળરેખા ૩૫ મિલીમીટર વ્યાસવાળો ગોળાકાર સુવર્ણ પદક છે. જેના પર સૂર્ય અને ઉપર હિન્દી ભાષામાં ભારતરત્ન અને નીચે એક ફૂલનો ગુલદસ્તો છે. પદકની પાછળની તરફ શાસકીય સંકેત અને આદર્શ વાક્ય લખવામાં આવ્યું છે. એક વર્ષ બાદ આ ડિઝાઈન બદલી તાંબામાંથી બનાવવામાં આવેલ પીપળના પાંદડામાં ચમકતો સુર્યની ડિઝાઈન બનાવવામાં આવી છે અને તેની નીચે ચાંદીમાં “ભારતરત્ન” લખવામાં આવ્યું છે. સૌ પ્રથમ ભારતરત્ન પુરસ્કાર ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન,સી.રાજગોપાલાચારી અને પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટરામનને આપવામાં આવ્યો હતો.
પદ્મવિભૂષણ ભારતનો દ્રિતીય ઉચ્ચ નાગરિક સમાન છે. જે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે.આ સમ્માનમાં એક પદક અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. આ સમ્માનની સ્થાપના પણ ભારતરત્નની સાથોસાથ ૦૨ જાન્યુઆરી,૧૯૫૪ ના રોજ કરવામાં આવી હતી. પદ્મવિભૂષણ બાદ ત્રીજા નાગરિક સમાન પદ્મભુષણ છે. આ પુરસ્કાર કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ અને ઉલ્લેખનીય સેવા આપવા બદલ આપવામાં આવે છે. આ પુરસ્કાર સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ સેવાઓનો પણ સમાવેશ થાય છે.
ઈ.સ.૧૯૭૭-૧૯૮૦ અને ઈ.સ.૧૯૯૨-૧૯૯૮ સુધી આ પુરસ્કાર સ્થગિત કરવામાં આવેલ. પદ્મવિભૂષણ પદક કાંસ્ય વર્ણમાં છે અને જેનો આકાર ગોળ છે. સૌપ્રથમ પદ્મવિભૂષણ પદક ડૉ.ઝાકીરહુસેન, બાલાસાહેબ ગંગાધર ખેર અને પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝને આપીને સમ્માનિત કરવામાં આવ્યા હતા.
List of Bharat Ratna Awardees
વર્ષ | નામ | પરિચય |
---|---|---|
1954 | ચક્રવર્તી રાજગોપાલાચારી | ભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ, સ્વતંત્રતા પાર્ટીના સ્થાપક |
1954 | ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ | પ્રથમ ઉપ-રાષ્ટ્રપતિ, બીજા રાષ્ટ્રપતિ, જેમના જન્મદિવસ 5 સપ્ટેમ્બરને ભારતમાં શિક્ષક દિવસ તરીકે મનાવાય છે. |
1954 | ડૉ. ચંદ્રશેખર વ્યંકટ રામન | વિદ્ધાન ભૌતિકશાસ્ત્રી અને નોબેલ પારિતોષિક વિજેતા, રામન અસરના શોધક. તેઓને વર્ષ 1930માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. |
1955 | ડૉ. ભગવાનદાસ | વેદોના અભ્યાસુ, સ્વાતંત્ર્યસેનાની તેમજ એમ. કે. ગાંધી કાશી વિદ્યા પીઠના સહ-સંસ્થાપક |
1955 | ડૉ. મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા | ભારતના પ્રસિદ્ધ એન્જિનિયર જેમના સન્માનમાં 15 સપ્ટેમ્બરને ભારતમાં એન્જિનિયર દિવસ તરીકે મનાવવામાં આવે છે. |
1955 | પંડિત જવાહરલાલ નેહરુ | ભારતના પ્રથમ અને સૌથી લાંબો સમય સુધી વડાપ્રધાન પદ પર રહેનાર |
1957 | ગોવિંદ વલ્લભ પંત | ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી |
1958 | મહર્ષિ ધોન્ડો કેશવ કર્વે | શિક્ષણશાસ્ત્રી અને સમાજ સુધારક, ભારતની પ્રથમ મહિલા વિદ્યાપીઠના સ્થાપક |
1961 | પુરુષોત્તમદાસ ટંડન | ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના વિખ્યાત સ્વાતંત્ર્યસેનાની તેમજ ઉત્તર પ્રદેશ વિધાસભાના સ્પીકર |
1961 | ડૉ. બિધનચંદ્ર રોય | વિખ્યાત ડૉક્ટર, પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી જેમના જન્મદિવસ 1 જુલાઇને ભારતમાંં રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ તરીકે મનાવવામાં આવે છે. |
1962 | ડૉ. રાજેન્દ્રપ્રસાદ | ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને સ્વાતંત્ર્યસેનાની |
1963 | ડૉ. ઝાકીર હુસેન | જાણીતા શિક્ષણવિદ્દ, બિહારના ગવર્નર, ભારતના બીજા ઉપ-રાષ્ટ્રપતિ તેમજ ત્રીજા રાષ્ટ્રપતિ |
1963 | ડૉ. પાંડુરંગ વામન કાણે | પ્રસિદ્ધ સાહિત્યકાર, સંસ્કૃતના પંડિત અને સામાજિક કાર્યકારી |
1966 | લાલબહાદુર શાસ્ત્રી (મરણોત્તર) | ભારતના બીજા વડાપ્રધાન જેમણે જય જવાન, જય કિશાન સૂત્ર આપ્યું |
1971 | શ્રીમતી ઈન્દિરા ગાંધી | ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન જેઓને Iron Lady of India તરીકે ઓળખવામાં આવે છે. |
1975 | ડૉ. વરાહગિરી વૈંકટ ગીરી | ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ, ઉત્તર પ્રદેશ અને કેરળના ગવર્નર તેમજ ચોથા રાષ્ટ્રપતિ |
1976 | કુમારસ્વામી કામરાજ નાદર (મરણૉત્તર) | તમિલનાડુના ત્રણ ટર્મના મુખ્યમંત્રી |
1980 | મધર ટેરેસા | પ્રસિદ્ધ સમાજસેવિકા જેઓને 1979માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. |
1983 | આચાર્ય વિનોબા ભાવે (મરણૉત્તર) | સામાજિક કાર્યકર, ભૂદાન આંદોલન માટે વિશેષ જાણીતા જેઓને 1958માં રેમન મેગ્સેસે પુરસ્કાર એનાયત કરાય હતો. |
1987 | ખાન અબ્દુલ ગફાર ખાન (Non-Indian) | આઝાદીની ચળવળના નેતા જેઓને સીમાન્ત ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે. |
1988 | મુરુથુર ગોપાલ રામચંદ્રન્ (મરણૉત્તર) | તમિલનાડુના ત્રણ ટર્મના મુખ્યમંત્રી તેમજ એવા પ્રથમ રજકારણી જેઓ અભિનય ક્ષેત્રમાંથી આવ્યા હોય. |
1990 | ડૉ. ભીમરાવ રામજી (બાબાસાહેબ આંબેડકર) (મરણૉત્તર) | બંધારણ સભાના ડ્રાફ્ટિંગ કમિટીના વડા તેમજ ભારતના પ્રથમ કાયદા મંત્રી |
1990 | ડૉ. નેલ્સન આર. મંડેલા (Non-Indian) | તેઓને દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે જેઓને 1993માં નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો. |
1991 | મોરારજી રણછોડજી દેસાઈ | ભારતના છઠ્ઠા વડાપ્રધાન તેમજ પાકિસ્તાનનો સર્વોચ્ચ પુરસ્કાર ‘નિશાન-એ-પાકિસ્તાન’ મેળવનાર એકમાત્ર ભારતીય |
1991 | રાજીવ ગાંધી (મરણૉત્તર) | ભારતના નવમાં વડાપ્રધાન |
1991 | વલ્લભભાઈ પટેલ (મરણૉત્તર) | ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન જેઓને લોખંડી પુરુષ અને સરદાર તરીકે ઓળખવામાં આવે છે |
1992 | ડૉ. જહાંગીરજી રતનજી દાદાભાઈ તાતા | પ્રખ્યાત ભારતીય ઉદ્યોગપતિ તેમજ ભારતની પ્રથમ એરલાઇન ‘એર ઇન્ડિયા’ના સ્થાપક |
1992 | સત્યજિત રે | વિખ્યાત દિગ્દર્શ્ક જેઓને 1984માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અપાયો હતો. |
1992 | મૌલાના અબુલ કલામ આઝાદ (મરણૉત્તર) | દેશના પ્રથમ શિક્ષણમંત્રી જેમના જન્મદિવસ 11 નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. |
1997 | ગુલઝારીલાલ નંદા | સ્વાતંત્ર્યસેનાની અને બે વખત ભારતના કાર્યકારી વડા પ્રધાન જેઓ આયોજનપંચના બે વાર ડેપ્યૂટી ચેરમેન પણ રહી ચૂક્યા છે. |
1997 | શ્રીમતી અરુણા આસફઅલી (મરણૉત્તર) | ભારતના સ્વાતંત્ર્યસેનાની જેઓ ભારત છોડો આંદોલન વખતે ભારતનો ધ્વજ લહેરાવવા માટે વિશેષ પ્રખ્યાત છે. |
1997 | ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ | ભારતીય પ્રક્ષેપણશાસ્ત્રના પ્રણેતા, 11માં રાષ્ટ્રપતિ જેઓને ભારતના મિસાઇલમેન તરીકે પણ ઓળખવામાં આવે છે. |
1998 | એમ. એસ. સુબ્બુલક્ષ્મી | પ્રખ્યાત કર્ણાટકી શાસ્ત્રીય ગાયિકા જેઓને ગીતની રાણી તરીકે ઓળખવામાં આવે છે. તેણી ભારતના પ્રથમ એવા સંગીતકાર છે જેઓએ રેમન મેગ્સેસે પુરસ્કાર મેળવ્યો હોય. |
1998 | સી. એસ. સુબ્રહ્યણ્યમ્ | સ્વાતંત્ર્યસેનાની જેઓ ગ્રીન રિવોલ્યૂશન / હરિત ક્રાંતિ માટે પણ જાણીતા છે. |
1999 | જયપ્રકાશ નારાયણ (મરણૉત્તર) | સ્વાતંત્ર્યસેનાની, લોકનાયક, સર્વોદય નેતા અને સમાજસુધારક જેઓ સંપૂર્ણ ક્રાંતિ માટે જાણીતા છે. |
1999 | ડૉ. અમર્ત્ય સેન | ભારતીય અર્થશાસ્ત્રી જેઓને 1998માં નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. |
1999 | ગોપીનાથ બોર્ડોલોઈ (મરણૉત્તર) | આધુનિક અસમના શિલ્પકાર, શિક્ષણશાસ્ત્રી જેઓ આસામના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. |
1999 | પંડિત રવિશંકર | વિખ્યાત સિતારવાદક જેઓને 1967, 1973, 2002, 2012 અને 2013 એમ પાંચ ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત થયા છે. |
2001 | લતા મંગેશકર | ભારતીય સ્વરસામ્રાજ્ઞી જેઓને ભારતની કોકિલા / કોકિલકંઠી Nightingale of India તરીકે પણ ઓળખવામાં આવે છે. |
2001 | ઉસ્તાદ બિસમિલ્લા ખાન | વિખ્યાત શરણાઈવાદક જેઓએ શરણાઇને ભારતની પારંપરિક વાદ્યમાંથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ આપી. |
2009 | પંડિત ભીમસેન જોષી | વિખ્યાત શાસ્ત્રીય સંગીત ગાયક. તેઓ એવા પ્રથમ ભારતીય સંગીતકાર / ગાયક બન્યા હતા જેમના કાર્યક્રમના પોસ્ટર્સ અમેરિકામાં જાહેરમાં લગાવવામાં આવ્યા હોય. |
2014 | સી. એન. આર. રાવ | પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી જેઓ વડાપ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓને 63 અલગ અલગ યુનિવર્સિટી દ્વારા ડૉક્ટરેટની માનદ્ પદવી અપાઇ છે. |
2014 | સચિન તેન્ડુલકર | વિશ્વ વિખ્યાત ક્રિકેટર જેઓને ક્રિકેટના ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે. |
2015 | મદન મોહન માલવીય (મરણૉત્તર) | જાણીતા શિક્ષણવિદ્દ જેમણે અખિલ ભારતીય હિંદુ મહાસભા અને બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. |
2015 | અટલ બિહારી વાજપેયી | ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જેઓ 9 વાર લોકસભા ચૂંટણી જીત્યા હતા, બે વાર રાજ્યસભાના સભ્ય રહ્યા તેમજ 1996, 1998 અને 1999 થી 2004 એમ ત્રણ વાર પ્રધાનમંત્રી પદ સંભાળ્યું હતું. વર્ષ 1994માં તેઓને બેસ્ટ પાર્લિયામેન્ટેરિયનનો પુરસ્કાર અપાયો હતો. |
2019 | પ્રણવ મુખરજી | ભારતના 13માં રાષ્ટ્રપતિ |
2019 | ભૂપેન હઝારિકા (મરણૉત્તર) | પ્રસિદ્ધ આસામી ગાયક, સંગીતકાર અને ફિલ્મ નિર્માતા. |
2019 | નાનાજી દેશમુખ (મરણૉત્તર) | જાણીતા સામાજિક કાર્યકર્તા |