🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
19 ઓક્ટોબર
📜19 ઓક્ટોબર , 1872માં ન્યૂ સાઉથ વેલ્સમાં વિશ્વનો સૌથી મોટો સોનાનો ટુકડો મળ્યો હતો.
📜19 ઓક્ટોબર , 1943માં રટગર્જ યુનિવર્સિટીના વિદ્યાર્થી આલ્બર્ટ શાત્રે ક્ષય રોગના ઉપચારમાં ઉપયોગમાં લેવાતી ‘ સ્ટ્રેપ્ટોમાઇસીન ‘ નામની દવા વિકસાવી.
📜19 ઓક્ટોબર , 1950માં કોલકત્તામાં મધરા ‘ ટેરેસાએ મિશનરી ઑફ ચેરીટીઝની સ્થાપના કરી હતી.
📜19 ઓક્ટોબર , 1970માં ભારતમાં નિર્મિત પ્રથમ મિગ – 21 વિમાનને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું.
📜19 ઓક્ટોબર , 1983માં ભારતીય અમેરિકન નાગરિક ડો એસ . ચંદ્રશેખરને બીજા અમેરિકન વૈજ્ઞાનિક પ્રો.વિલિયમ્સ ફાઉલર સાથે ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર અપાયો.
📜19 ઓક્ટોબર , 1920માં ભઆરતીય હોકી ખેલાડી બલબીર સિંઘનો જન્મ થયો હતો.
મહત્વની ઘટનાઓ
1689 – સંભાજીની વિધવા અને તેના બાળકે રાયગઢ કિલ્લામાં ઔરંગઝેબને શરણાગતિ સ્વીકારી.
1889 – ફ્રેન્ચ નેતા નેપોલિયન બોનાપાર્ટે રશિયન રાજધાનીમાંથી તેમની સેના પાછી ખેંચી.
1933 – જર્મની સાથીઓની સંધિમાંથી બહાર આવ્યું.
1924 – અબ્દુલ અઝીઝે પોતાને મક્કાના પવિત્ર સ્થાનોના રક્ષક તરીકે જાહેર કર્યા.
1950 – મધર ટેરેસાએ કલકત્તા (ભારત)માં મિશનરીઝ ઑફ ચેરિટીની સ્થાપના કરી.
1952 – શ્રીરામુલુ પોટ્ટીએ અલગ આંધ્ર રાજ્ય માટે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા.
1970 – ભારતમાં ઉત્પાદિત પ્રથમ મિગ-21 એરક્રાફ્ટને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું.
આજનો ખાસ દિન વિશેષ પાંડુરંગ શાસ્ત્રી આઠવલેની જન્મજયંતિ
પાંડુરંગ શાસ્ત્રી આઠવલેની જન્મજયંતિ ૧૬ ઓક્ટોબર દિન વિરોષ વ્યક્તિ સ્વાધ્યાય પ્રવૃત્તિના આધસ્થાપક પાંડુરંગ શાસ્ત્રીનો જન્મ ૧૯ ઓક્ટોબર,૧૯૨૦ ના રોજ મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં રોહ નામના ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.તેમના પિતાજીનું નામાં વૈજનાથ આઠવલે (શાસ્ત્રી) તથા માતાનું નામ પાર્વતી આઠવલે હતું.
શૈશવથી જ ભણવામાં હોશિયાર અને વાંચનશોખને કારણે મુંબઇની એશિયાટિક સોસાયટીની લાઇબ્રેરીમાંથી પશ્ચિમી તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો લાવીને વાંચતા.તેઓ “શાસ્ત્રી” તેમ જ “દાદાજી” તરીકે પણ ઓળખાય છે.મરાઠી ભાષામાં “દાદાજી” શબ્દનો અર્થ થાય છે “મોટાભાઈ”. સ્વમાની ‘દાદા’ કહેતા : ‘હું વસિષ્ઠ-વિશ્વામિત્રની પરંપરાનો બ્રાહ્મણ છું.કોઈને આશ્રિત નહિ થાઉં,થઈશા તો માત્ર પ્રભુનો. તેમણે તત્વજ્ઞાન વિધાપીઠ સ્થાપી,જેના ઉદ્ધાટન પ્રસંગે મહાન ચિંતક સર્વપલ્લી રાધાકૃષ્ણન ઉપસ્થિત રહ્યા હતા.શ્રીમદ્ ભગવદ્ ગીતા પાઠશાળામાં તેમના પ્રવચનોનો પ્રભાવ જામતા શ્રોતાઓ વધતા ગયા.
ગામડે -ગામડે ગીતાનો પ્રચાર કરનાર તેમના અનુયાયીઓ દ્વારા નિ:સ્વાર્થ ભાવે,કૃતજ્ઞતા વ્યક્ત કરવા તીર્થયાત્રા જેવા અનેક પ્રયોગોના માધ્યમથી સ્વાધ્યાય પ્રવૃત્તિ ચાલે છે. જેમાં યજમાને માત્ર પ્રકાશ,પાથરણું અને પાણીની નજીવી સહાય જ કરવાની હોય છે.ભીલ,માછીમાર તથા ઉપેક્ષિત જાતિઓમાં જઈ તેઓએ જ્ઞાન અને સ્વમાન જ્યોત પ્રગટાવી છે.વૃક્ષ-વનસ્પતિની ઉપકારતા સમજાવતા તેઓ ‘છોડમાં રણછોડ’ના દર્શન કરાવે છે.તેઓ સ્વાધ્યાયનો અર્થ સમજાવતા કહે છે કે સ્વાધ્યાય’ એટલે ‘સ્વ’માં અહંકાર છે તેને દૂર કરવાનો છે.ત્યાં કોઇ ઊંચ-નીચ કે અમીરગરીબ નથી,બધાં એક જ પ્રભુના સંતાન છે.
પાંડુરંગ શાસ્ત્રીજીને રેમન મેગસેસે એવોર્ડ,ટેમ્પલટન પુરસ્કાર,મહાત્મા ગાંધી પુરસ્કાર,લોકમાન્ય ટિળક પુરસ્કાર,પાવિભૂષણ એવા વિવિધ પુરસ્કારો એનાયત થયા છે.એમનો જન્મદિવસ સ્વાધ્યાય પરિવાર દ્વારા જગતભરમાં “મનુષ્ય ગૌરવ દિન” અથવા “માનવ ગરિમા દિન” તરીકે ઉજવવામાં આવે છે.પૂજ્ય દાદાજી ૨૫ ઓક્ટોબર,૨૦૦૩ ના દિવસે પોતાના સ્થૂળ દેહનો ત્યાગ કરી પરમધામમાં પહોંચી ગયા,ત્યારે સમગ્ર સ્વાધ્યાય પરિવારે દાદાના વ્યક્તિત્વને ‘અખિલમ મધુરમ’ કહીને મૂક અર્થ આપ્યો.
સ્વાધ્યાય પરિવારના પ્રયોગો
-
વૃક્ષમંદિર
-
યોગેશ્વર કૃષિ
-
શ્રીદર્શનમ
-
ગોરસ
-
મત્સ્યગંધા
-
પતંજલિ ચિકિત્સાલય
-
ત્રિકાળ સંધ્યા
-
કુવા રીચાર્જ
-
અમૃતાલાયમ
-
મંગલ વિવાહ
-
હીરા મંદિર
-
જરી મંદિર