♦️♦️૧૯૫૩ : પશ્ચિમ તુર્કીમાં આવેલા ભૂકંપના લીધે 250 લોકોના મોત થયા.
♦️♦️૧૯૬૫ : સોવિયેત સંઘના વાયુસેનાના પાયલેટ એલેક્સી લિયોનોવે પહેલીવાર સ્પેસવોક કર્યું. ત્યારથી લઈને અત્યાર સુધી 200થી વધુ લોકો સ્પેસ વોક કરી ચૂક્યા છે.
♦️♦️૧૯૭૧ : પેરુમાં ભૂસ્ખલનમાં ૨૦૦ વધુ લોકો મર્યા.
♦️♦️૧૯૭૮ : પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી જુલ્ફિકાર અલી ભુટ્ટો ને ફાસી આપવાનો ફેસલો કરવામાં આવ્યો.
♦️♦️૧૯૯૦ : અમેરિકાના સંગ્રહાલયમાંથી 500 મિલિયન ડોલરની કલાકૃતિની ચોરી થઇ. ચોરોને 50 લાખ ડોલર ઇનામ આપવાની ઘોષણા પણ થઈ પરંતુ કલાકૃતિનું કઈ નામ નિશાન મળ્યું નહિ.
મહત્વની ઘટનાઓ
2006 – સંયુક્ત રાષ્ટ્રએ ‘માનવ અધિકાર પરિષદ’ની રચનાના પ્રસ્તાવને મંજૂરી આપી.
2007 – ઉત્તર કોરિયાએ તેના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવાનું કાર્ય શરૂ કર્યું. પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ બોબ વુલ્મરનું નિધન.
2008-
ટાટા ગ્રૂપના ચેરમેન રતન ટાટાને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ખડગપુર ખાતે ‘ડૉક્ટર ઑફ સાયન્સ’ની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. સુનિલ ભારતી મિત્તલ, ભારતી એન્ટરપ્રાઇઝિસના પ્રમુખ અને CEO, યુએસ એકેડમી ઑફ ડિસ્ટિંગ્વિશ્ડ આંત્રપ્રિન્યોર્સમાં જોડાનાર પ્રથમ ભારતીય બન્યા.
2009- કેન્દ્રીય કેબિનેટે મેઘાલયમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી.
2013 – 60મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત. 60માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં પાન સિંહ તોમરને વર્ષ 2012ની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે જાહેર કરવામાં આવી હતી.
2017- યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના 21મા મુખ્યમંત્રી બન્યા.
આજનો દિન વિશેષ શશિ કપૂર
શશિ કપૂર
હિન્દી ફિલ્મક્ષેત્રના પ્રસિદ્ધ અભિનેતા શશિ કપૂરનો જન્મ ૧૮ માર્ચ, ૧૯૩૮ ના રોજ કલકત્તામાં થયો હતો. તેમના પિતા પૃથ્વીરાજ કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં મહાન અભિનેતા હતા.શશિ કપૂરને તેમના પિતાએ ફિલ્મોમાં પ્લેટફોર્મ પૂરું પાડ્યું. અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત ઈ.સ.૧૯૬૧ માં યશ ચોપરાની ફિલ્મ ‘ધર્મપુત્ર’ થી થઈ. અનેક ફિલ્મોમાં અભિનેતા તરીકે કપૂરે ફિલ્મક્ષેત્રે કુલ ૨૦૦ કરતાં વધુ ફિલ્મોમાં અભિનેતા તરીકે કાર્ય કર્યું હતું. તેમની પ્રસિદ્ધ ફિલ્મોમાં ‘શર્મિલી’, ‘ઘર
મંદિર’ વગેરે છે. ઈ.સ.૧૯૯૮ માં ‘જિન્ના’ ફિલ્મ કારકિર્દીની અંતિમ ફિલ્મ રહી. શશિ કપૂરને ફિલ્મક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કરવા બદલ ભારત સરકારે વર્ષ ૨૦૧૧ માં ‘પદ્મભૂષણ’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૫ માં શશિ કપૂરને ફિલ્મક્ષેત્રનો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી.