












આજનો દિવસ 













18 નવેમ્બર
18 નવેમ્બર , 1727માં મહારાજા જ્યસિંહા દ્વિતીયએ જયપુર શહેરની સ્થાપના કરી હતી.શહેરના વાસ્તુકાર બંગાળના વિધાધર ચકવતી હતા.
18 નવેમ્બર , 1928માં વૉલ્ટ ડિઝની કંપનીનો માસ્કોટ સ્ટિમ્બોટ વિલી પ્રથમ વખત ‘ દેખાયો, જેને મિકી માઉસ નામ અપાયું.
18 નવેમ્બર , 1978માં દક્ષિણ અમેરિકાના ગયા માં 276 બાળકો સહિત 914 લોકોએ સામૂહિક આત્મહત્યા કરી.
18 નવેમ્બર , 2017માં ભારતની માનુષી છીલ્લરે મિસ વર્લ્ડનો તાજ પોતાના નામે કર્યો
18 નવેમ્બર , 1910માં ભારતના પ્રખ્યાત ક્રાંતિકારીઓમાંના એક , બટુકેશ્વર દત્તનો જન્મ થયો હતો.
18 નવેમ્બર , 2017માં ભારતીય વાયુસેનાના શહીદ ગરડ કમાંડરોમાંના એક જ્યોતિ પ્રકાશ નિરાલા જેને અશોક ચક્ર એનાયત કરાયો તેનું અવસાન થયું.
મહત્વની ઘટનાઓ
૧૯૧૮ – લાટવિયાએ રશિયાથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
૧૯૭૧ – ઓમાન યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રત થયું.
1959 – INS વિરાટને બ્રિટિશ રોયલ નેવીમાં સામેલ કરવામાં આવી.
1972 – વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે પસંદ કરવામાં આવ્યો.
1994 – યુનાઈટેડ નેશન્સે પેલેસ્ટિનિયનોના સ્વ-નિર્ણયના અધિકારને માન્યતા આપી.
આજનો ખાસ દિન વિશેષ જયંતિ દલાલ
૧૮ નવેમ્બરજયંતિ દલાલ* સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી.”- જયંતિ દલાલ નાટયકાર,વાર્તાકાર, નવલકથાકાર, અનુવાદક એવા જયંતિ દલાલનો જન્મ ૧૮ નવેમ્બર,૧૯૦૯ ના રોજ અમદાવાદમાં થયો હતો. ઈ.સ.૧૯૨૫માં મેટ્રિક થઈ ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં જોડાયેલા પણ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાંની સક્રિયતાને કારણે ઈ.સ.૧૯૩ 0માં બી.એ.ના છેલ્લા વર્ષથી અભ્યાસ છોડ્યો. એ વખતથી આરંભાયેલી એમની રાજકીય કારકિર્દી ૧૯૫૬માં તેઓ મહાગુજરાતની લડતમાં જોડાયા અને પછી ઈ.સ.૧૯૫૭માં વિધાનસભાના સભ્ય થયા ત્યારે શિખરસ્થાને પહોંચી અને ઈ.સ. ૧૯૬૨માં તેઓ ચૂંટણી હાર્યા ત્યાં સુધી ટકી ને નોંધપાત્ર રહી..