🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
17 એપ્રિલ
♦️1815 :- ઇન્ડોનેશિયાનો તમબોરા જવાળામુખી ફાટ્યો હતો જેમાં દોઢ લાખ લોકો માર્યા ગયા હતા.
♦️1946 :- સિરિયાએ ફ્રાંચ થી આઝાદી મેળવી. પણ અત્યારે દેશમાં ગૃહયુદ્ધ ચાલે છે. વિદ્રોહીઓ અને ISIS (Islamik State of Iraq and Siriya) આતંકવાદીઓએ દેશના મોટા હિસ્સા પર કબ્જો કર્યો છે.
♦️1977 :- સ્વતંત્ર પાર્ટીનું જનતા પાર્ટીમાં વિલીનીકરણ. આ પાર્ટીની સ્થાપના ચક્રવર્તી રાજગોપાલચારીએ 1959માં નહેરુની સમાજવાદી નીતિના વિરોધમાં કરી હતી.
♦️1999 :- અટલ બિહારી વાજપાયીની સરકાર એક મત માટે જતી રહી હતી. વિશ્વાસમત પ્રસ્તાવમાં સરકારના સમર્થનમાં 269 અને વિરોધમાં 270 મત પડ્યા હતા
મહત્વની ઘટનાઓ
1995 – પાકિસ્તાનમાં બાળ મજૂરીનો અંત લાવનાર યુવા કાર્યકર ઇકબાલ મસીહની હત્યા.
2003- 55 વર્ષ પછી ભારત-યુકે પાર્લામેન્ટરી ફોરમની રચના.
2006-ચાડ આફ્રિકન યુનિયન સુદાનના વલણને કારણે શાંતિ વાટાઘાટોમાંથી ખસી ગયું.
દક્ષિણ કોરિયાએ 2007-2014 એશિયાડનું આયોજન કર્યું હતું.
2008 –
ફુગાવાનો દર 0.27% ઘટીને 7.14% થયો. હનુંગ થોમસ એન્ડ ટેક્સટાઈલ્સ લિ.એ ચીની કંપનીને ખરીદવા માટે સમજૂતીનું મેમોરેન્ડમ આપ્યું હતું.
ભારત અને બ્રાઝિલ વચ્ચે ચાર મહત્વના કરારો થયા.
આજનો દિન વિશેષ ગીત શેઠી
૧૭ એપ્રિલ
ગીત શેઠી બિલિયર્ડસ અને સ્નૂકર ખેલાડી ગીત શેઠીનો જન્મ ૧૭ એપ્રિલ,૧૯૬૧ ના રોજ દિલ્લીમાં થયો હતો. તેમનું પૂરું નામ ગીત શ્રીરામ શેઠી છે. અમદાવાદમાં એમ.બી.એ. ની ડિગ્રી મેળવ્યા બાદ ટાટા ઓઈલ મિલમાં મેનેજરની નોકરી કરી. ઈ.સ.૧૯૮૨ માં ગીત શેઠીએ રાષ્ટ્રીય સિનિયર ટાઇટલ જીતીને માઈકલ ફરેરાને હરાવ્યા અને જુનિયર ડબલ્સમાં પણ અદ્ભુત જીત મેળવી. ઈ.સ.૧૯૮૪ માં ગીત શેઠીએ લેન્ડમાં આંતરરાષ્ટ્રીય સ્નૂકરમાં ચેમ્પિયનશીપ જીતી અને વિન્ડસરમ આંતરરાષ્ટ્રીય બિલિયર્ડસ ચેમ્પિયનશીપ જીતી.
દિલ્લીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય ચેમ્પીયનશીપમાં ફાઈનલમાં ૭૪ વર્ષીય બોબ માર્શલને હરાવ્યા. .સ.૧૯૮૭ માં ગીત શેઠી વિશ્વના એકમાત્ર બિલિયર્ડસ ખેલાડી હતા જેમ ૧૪૭ સ્કોર કર્યો. ઈ.સ.૧૯૮૫,૧૯૮૭,૨૦૦૧ માં વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશીપ જીતી ઉપરાંત વર્ષ ૨૦૦૨,૨૦૦૩ ,૨૦૦૮ તેમજ વર્ષ ૨૦૦૭ માં કાંસ્યપદક તેમજ વર્ષ ૨૦૦૮ માં સુવર્ણપદક મેળવ્યા હતા. ભારત સરકારે રમતગમતક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ મેળવવા બદલ ઈ.સ.૧૯૮૬ માં અર્જુન પુરસ્કાર અને પદ્મશ્રી પુરસ્કારથી સમ્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત વર્ષ ૧૯૯૨-૯૩ માં ભારતનો સર્વોચ્ચ રમત ક્ષેત્રનો પુરસ્કાર રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા.