🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
15 માર્ચ
♦️♦️1564 – મુઘલ સમ્રાટ અકબરે “જિઝિયા વેરો” નાબૂદ કર્યો
♦️♦️1877 – ઓસ્ટ્રેલિયા વિ. ઇંગ્લેન્ડનો પ્રથમ સત્તાવાર ટેસ્ટ મેચ યોજાય
♦️♦️1906 – રોલ્સ – રોયસ લિમિટેડની સ્થાપના
♦️♦️1927 – ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિ. વચ્ચેની પ્રથમ મહિલા બોટ રેસ યોજાય
♦️♦️1951 – ઈરાનમાં તેલ ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ થયું
♦️♦️1985 – પ્રથમ ઈન્ટરનેટ ડોમેઇન નામ symbolics. comની નોંધાણી થઇ
♦️♦️1990 – મિખાઇલ ગોર્બાચેવ સોવિયત યુનિયનના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયા
મહત્વની ઘટનાઓ
1984 – પોર્ટ લુઈસ (મોરેશિયસ)માં મહાત્મા ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ખાતે વડાપ્રધાન અનિરુદ્ધ જગન્નાથ દ્વારા પ્રથમ આંતરરાષ્ટ્રીય સંસ્કૃત પરિષદનું ઉદ્ઘાટન.
1997 – ઈરાને પ્રથમ વખત વિદેશમાં મહિલા રાજકારણીની નિમણૂક કરી.
1999 – એલ્ડબજોર્ગ લોઅર નોર્વેના પ્રથમ મહિલા સંરક્ષણ પ્રધાન બન્યા, કોસોવો શાંતિ વાટાઘાટોનો બીજો તબક્કો પેરિસમાં શરૂ થયો.
2001 – કોફી અન્નાન ઢાકાથી ભારત આવ્યા, ભારત-પાક વાટાઘાટોનો આગ્રહ રાખ્યો, કારસે ફરી ફિજીના વડા પ્રધાન તરીકે નિયુક્ત થયા.
2007 – વોડાફોન અને એસ્સાર વચ્ચે કરાર થયો.
આજનો દિન વિશેષ આંતરરાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન
૧૫ માર્ચ આંતરરાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન ‘જાગો ગ્રાહક જાગો.’
૫ મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે. આજે ભણેલાગણેલા લોકો પણ ગ્રાહકોને મળનારા અધિકારોથી જતા અજાણ હોવાથી વખતોવખત છેતરતા રહે છે. તે ગ્રાહક સુરક્ષા સંઘ સહિતની સંસ્થાઓએ દિશામાં અને અસરકારક પગલાં ભરવા જરૂરી છે. ગ્રાહકોના મૂળભૂત ચાર હક છે, જેમાં સલામતીનો અધિકાર, માહિતીનો અધિકાર, પસંદગીનો અધિકાર અને સુનાવણીનો અધિકારનો સમાવેશ થાય છે.
દર વર્ષે ૧૫ મિ માર્ચનો દિવસ આંતરરાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે.
એક ગ્રાહકના દરજે પ્રાથમિક જરૂરિયાતો પ્રાપ્ત કરવાનો, પસંદગીનો, માહિતી મેળવવાનો, સુરક્ષાનો, રજૂઆતનો, ગ્રાહક શિક્ષણના અને આરોગ્યપ્રદ પર્યાવરણની માહિતી મેળવવાનો અધિકાર છે. કોઈ વિક્રેતા ગ્રાહકને વસ્તુ ખરીદવા દબાણ કરી શકે નહીં, ઉપરાંત સેવાઓની ખામી સામે રક્ષણ આપવું વિક્રેતાની ફરજ છે, તેમાં બેદરકારી બદલ ગ્રાહક જો યોગ્ય સ્તરે રજૂઆત કરે તો નુકસાની વળતર મળી શકે છે.