🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
13 એપ્રિલ
♦️1699 :- શીખ ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના કરી.
♦️1890 :- ફિલ્મ ડાયરેક્ટર રામચંદ્ર (દાદા સાહેબ ફાળકે)નો જન્મ થયો.
♦️1919 :- પંજાબના અમૃતસરમાં આવેલ જલિયાંવાલા બાગમાં જનરલ ડાયરે ગોળીબાર કર્યો. જેમાં સરકારી આંકડા અનુસાર 389ના મૃત્યુ થયા હતા અને 1500 જેટલા જખમી.
♦️1939 :- અંગ્રેજો વિરુદ્ધ સંઘર્ષ માટે ઇન્ડિયન રેડ આર્મીની સ્થાપના થઇ.
♦️1948 :- ભુવનેશ્વર ઓરિસ્સા રાજ્યનું પાટનગર બન્યું.
♦️1982 :- ગદર પાર્ટીની સ્થાપનાના ફાઉન્ડર સભ્ય પંડિત પરમાનંદનું અવસાન થયું.
♦️1984 :- રાકેશ શર્મા અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય અંતરિક્ષ યાત્રી બન્યા.
મહત્વની ઘટનાઓ
-
૧૭૯૬ – યુ.એસ.માં પ્રથમ હાથી જોવા મળ્યો,જે ભારતથી લાવવામાં આવ્યો.
-
૧૮૨૯ – બ્રિટિશ ધારાસભાએ,રોમન કેથોલિકોને ધાર્મિક સ્વાતંત્ર્ય જાહેર કર્યું.
-
૧૯૧૯ – જલિયાંવાલા બાગ હત્યાકાંડ : રોલેટ એક્ટના વિરોધમાં એકઠા થયેલા અહિંસક પ્રદર્શનકારીઓ પર જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો હતો. જેમાં ૪૧ બાળકો સહિત લગભગ ૩૭૯ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને ૧ હજારથી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
-
૧૯૩૯ – ભારતમાં, હિંદુસ્તાની લાલ સેના (Hindustani Lal Sena) (Indian Red Army) ની રચના થઇ,જે બ્રિટિશરો સામે સશસ્ત્ર સંઘર્ષમાં સામેલ થઈ.
-
૧૯૭૦ – ‘એપોલો ૧૩'(Apollo 13) જ્યારે ચંદ્ર તરફ જતું હતું ત્યારે તેની ઓક્સિજન ટાંકી ફાટી, અને ગંભીર નુકશાનને કારણે ચાલકદળ જીવલેણ આપત્તિમાં સપડાયું.
-
૧૯૭૪ – ‘વેસ્ટર્ન યુનિયને’, નાસા તથા હ્યુજીસ એરક્રાફ્ટ સાથે સહયોગમાં, યુ.એસ.નો પ્રથમ ભુશ્થિર સંદેશાવ્યવહાર ઉપગ્રહ,’વેબસ્ટાર ૧’ નું પ્રક્ષેપણ કર્યું.
-
૧૯૮૪ – અવકાશ યાન “ચેલેન્જરે”,ઉપગ્રહને પુનઃપ્રાપ્તિ,રીપેરીંગ અને પુનઃસ્થાપિત કરી ઉતરાણ કર્યું.