૧૮૨૯ – ઓક્સફર્ડ યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટી વચ્ચે લંડનની થેમ્સ નદી પર પ્રથમ બોટ રેસ યોજાઈ.
૧૯૮૦ – દક્ષિણ આફ્રિકામાં આફ્રિકન નેશનલ કોંગ્રેસે તેમના કેદ નેતા નેલ્સન મંડેલા તરફથી લડવાનું આહ્વાન પ્રકાશિત કર્યું.
૨૦૦૧ – પોપ જ્હોન પોલ બીજાએ લેબેનોનની પ્રથમ મહિલા સંત સંત રક્કાને કેનોનાઇઝ (મૃત્યુ પામેલા વ્યક્તિને સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત સંત તરીકે જાહેર કરવા તે) કર્યા.
૨૦૦૨ – બે મનુષ્યોના ચેતાતંત્ર વચ્ચેનો પ્રથમ સીધો ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહાર પ્રયોગ યુનાઇટેડ કિંગડમમાં કેવિન વોરવિક દ્વારા હાથ ધરવામાં આવ્યો.
૨૦૦૩ – “સ્પિરીટ રોવર” નામનાં ‘મંગળ અન્વેષક વાહન’નું પ્રક્ષેપણ કરાયું, આ સાથે નાસાનું ‘મંગળ અન્વેષણ રોવર અભિયાન’ શરૂ થયું.