🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
1 ફેબ્રુઆરી
📯📜1 ફેબ્રુઆરી , 1881માં દિલ્હીના સૌથી જૂની કોલેજ સેંટ સ્ટીફન કોલેજની સ્થાપના થઇ હતી.
📯📜1 ફેબ્રુઆરી , 1930માં ધ ટાઈમ્સ પહેલી વખત ક્રોસ વર્ડ પઝલ પ્રકાશિત કરી હતી.
📯📜1 ફેબ્રુઆરી , 1985માં મોહમ્મદ અઝહરૂદ્ધિને કાનપુરમાં સદી ફટકારી સતત 3 ટેસ્ટોમાં સદીનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
📯📜1 ફેબ્રુઆરી , 1991માં અફઘાનીસ્તાન અને ‘ પાકિસ્તાનમાં આવેલ ભૂકંપમાં લગભગ 1000 લોકોના મોત થયા હતા.
📯📜1 ફેબ્રુઆરી , 2017માં ભારતમાં પહેલી વખત સવારે 11 વાગ્યે સામાન્ય બજેટ રજૂ કરાયું હતું . એટલું જ નહીં 93 વર્ષ બાદ ભારતીય બજેટના ઇતિહાસમાં સામાન્ય બજેટમાં રેલ બજેટને સામેલ કરાયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૮૮૪ – ઓક્સફર્ડ અંગ્રેજી ડિક્શનરી(શબ્દકોશ)નો પ્રથમ ગ્રંથ પ્રકાશિત થયો.
-
૧૯૯૨ – ભોપાલ કોર્ટના મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટે યુનિયન કાર્બાઇડના ભૂતપૂર્વ સીઇઓ વોરેન એન્ડરસનને ભોપાલ ગેસ દુર્ઘટના કેસમાં હાજર થવામાં નિષ્ફળ રહેવા બદલ ભારતીય કાયદા હેઠળ ભાગેડુ જાહેર કર્યા.
-
૨૦૦૨ – અમેરિકન પત્રકાર અને વોલ સ્ટ્રીટ જર્નલના સાઉથ એશિયા બ્યૂરો ચીફ ડેનિયલ પર્લનું ૨૩ જાન્યુઆરી, ૨૦૦૨ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું, અપહરણકારો દ્વારા તેમનું માથું કાપીને વિકૃત કરવામાં આવ્યું.
-
૨૦૦૫ – નેપાળના રાજા જ્ઞાનેન્દ્રએ લોકશાહી પર કબજો જમાવવા માટે બળવો કર્યો અને મંત્રીપરિષદના અધ્યક્ષ બન્યા.
-
૨૦૨૧ – મ્યાનમારમાં સત્તાપલટો થવાથી આંગ સાન સૂ કીને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા અને સૈન્ય શાસનને પુનઃસ્થાપિત કરવામાં આવ્યું.
આજનો દિન વિશેષ કલ્પના ચાવલા
૦૧ ફેબ્રુઆરી ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ ૧૭ માર્ચ,૧૯૬૨ ના રોજ હરિયાણાના કર્નાલમાં થયો હતો. તેઓ એક ભારતીય-અમેરિકન અવકાશયાત્રી હતા.તેમણે કર્નાલની ટાગોર પબ્લિક શાળામાં માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું અને ઈ.સ.૧૯૮૨ માં ચંદીગઢ પંજાબ ઈજનેરી કૉલેજ ખાતે એરોનોટિકલ એન્જીનિયરિંગ ડિગ્રી મેળવી. ઈ.સ.૧૯૮૮ માં કોલોરેડો યુનિવર્સિટીમાં ડોક્ટર ઓફ ફિલોસોફીની ડિગ્રી પ્રાપ્ત કરી.ત્યારબ સંશોધન કેન્દ્ર પર કામ કરવાનું શરૂ કર્યું. જ્યાં તેમણે વર્ટિક ખ્યાલો પર CFD સંશોધન કર્યું.
કલ્પના ચાવલા ઈ.સ.૧૯૯૪ માં કલ્પના ચાવલાની અંતરિક્ષયાત્રી તરીકે પસંદગી કરવામાં આવી
ફ્લાઈટ ઉડાન ભરી. ઈ.સ.૧૯૯૫ માં નાસાના અવકાશયાત્રી કોપર્સ જોડાયા હતા.તેમનું પ્રથમ મિશન ૧૯ નવેમ્બરથી ૦૫ સપ્ટેમ્બર ૧૯૯૭ સુધી એસટીએસ ૮૭ પર પ્રાઈમ રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ફરજ બજાવી. ૦૬ અવકાશયા સાથે સ્પેસશટલ કોલંબિયા એસટીએસ-૮૭ માં અને સહ ભારતીય અંતરિક્ષયાત્રી તેના પ્રથમ પૃથ્વીની ૨૫૨ ભ્રમણકક્ષામાં ૧૦.૪ કરોડ માઈલની મુસાફરી તાં વધુ અવકાશમાં રહ્યા હતા.
ચાવલાની દ્વિતીય અને અંતિમ ઉડાન ૧૬ જાન્યુઆરી,૨૦૦૩ ના રોજ કોલંબિયા સ્પેશશટલથી આરંભ થઈ હતી.૦૧ ફેબ્રુઆરી,૨૦૦૩ ના દિવસે શટલ દુર્ઘટનાગ્રસ્ત થઈ જવાને કારણે કલ્પના ચાવલા સહિત ૦૬ અંતરિક્ષયાત્રીઓ મૃત્યુ પામ્યા. કલ્પના ચાવલાને મરણોપરાંત પુરસ્કારોમાં કોંગ્રેશનલ અવકાશ સમ્માન,નાસા અવકાશ ઉડાન પદક,નાસા વિશિષ્ટ સેવા પદક વગેરે પુરસ્કારો એનાયત કરવામાં આવેલ છે.