🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
1 ડીસેમ્બર
📜1955 યુ.એસ અલાબામાં રાજ્યની એક કાળી મહિલાની ધરપકડ કરાઈ કારણ કે તેણે એક વ્હાઇટ માણસ માટે બસમાં પોતાની બેઠક ખાલી કરવાનો ઇન્કાર કર્યો હતો.
📜1962 : ભારત – ચીન યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા પરમ વીર ચક્રથી સન્માનિત મેજર શૈતાન સિંઘનો જન્મ થયો.
📜1963 નાગાલેન્ડ ભારતનું 16મું રાજ્ય બન્યું
📜1965 : બોર્ડર સિક્યુરિટી ફોર્સની સ્થાપના કરવામાં આવી.
📜1973 : ઇઝરાઇલના સ્થાપક અને પ્રથમ વડા પ્રધાન ડેવિડ બેન ગુરિયનનું 87 વર્ષની વયે અવસાન થયું.
મહત્વની ઘટનાઓ
-
૧૮૨૪ – યુનાઇટેડ સ્ટેટ્સ પ્રમુખપદની ચૂંટણી: ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવારને ઇલેક્ટોરલ કોલેજ (નિર્વાચન મંડળ)ના કુલ મતોની બહુમતી ન મળતાં યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (અમેરિકી પ્રતિનિધિ સભાગૃહ)ને અમેરિકાના બંધારણના બારમા સુધારા અનુસાર વિજેતા નક્કી કરવાનું કામ સોંપવામાં આવ્યું.
-
૧૯૧૯ – લેડી એસ્ટોર યુનાઇટેડ કિંગડમના હાઉસ ઓફ કોમન્સમાં બેઠક સંભાળનાર પ્રથમ મહિલા સંસદ સભ્ય બન્યા.
-
૧૯૫૨ – ‘ન્યૂયોર્ક ડેઇલી ન્યુઝ’માં લિંગ પરિવર્તન શલ્યક્રિયાનો પહેલો ઉલ્લેખનીય કિસ્સો પ્રકાશિત થયો.
-
૧૯૮૮ – સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો દ્વારા વિશ્વભરમાં વિશ્વ એઇડ્સ દિવસની ઘોષણા કરવામાં આવી.
-
૧૯૯૧ – શીત યુદ્ધ: યુક્રેનના મતદારોએ સોવિયેત યુનિયનથી સ્વતંત્રતા માટે જનમત સંગ્રહને મંજૂરી આપી.