












આજનો દિવસ 













1 જાન્યુઆરી
1 જાન્યુઆરી , 1600માં સ્કોટલેન્ડમાં 25 માર્ચની જગ્યાએ 1 જાન્યુઆરીએ નવા વર્ષની શરૂઆત કરાઇ હતી.
1 જાન્યુઆરી , 1727માં મહારાજા જય સિંહ ‘ દ્વિતીયએ જયપુર શહેરની સ્થાપના કરી હતી.
1 જાન્યુઆરી , 1862માં ભારતમાં દંડ સંહિતા કાનૂન લાગૂ થયો હતો.
1 જાન્યુઆરી , 1955માં ભૂટાનમાં પહેલી પોસ્ટ ટિકિટ જાહેર કરાઇ હતી.
1 જાન્યુઆરી , 1978માં એર ઇન્ડિયાનું બોઇંગ 747 દુર્ઘટનાગ્રસ્ત થતા વિમાનમાં સવાર તમામ 213 લોકોના મોત થયા હતા.
1 જાન્યુઆરી , 1995માં વિશ્વ વેપાર સંગઠન અસ્તિત્વમાં આવ્યું.
-
ઈ.પૂ. ૧૫૩ – રોમન સંસદે પહેલીવાર પોતાના કાર્યકાળની શરૂઆત ૧ જાન્યુઆરીથી કરી.
-
ઈ.પૂ. ૪૫ – જુલિયન કેલેન્ડર રોમન સામ્રાજ્યના નાગરિક કેલેન્ડર તરીકે અમલમાં આવ્યું, ૧લી જાન્યુઆરીને નવા વર્ષની પહેલી તારીખ તરીકે માન્ય કરવામાં આવી.
-
૧૭૮૮ – ધ ટાઇમ્સ ઓફ લંડનની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી.
-
૧૮૦૧ – સૂર્યમંડળમાં શોધાયેલો નાનામાં નાનો અને લઘુગ્રહ પટ્ટામાંનો એક માત્ર વામન ગ્રહ સિરસ ગ્યુસેપ પીઆઝી (Giuseppe Piazzi) દ્વારા શોધી કાઢવામાં આવ્યો.
-
1985 – લિબિયન સરકાર દ્વારા તમામ નાગરિકો માટે લશ્કરી તાલીમ ફરજિયાત જાહેર કરવામાં આવી.
-
1978 – બોમ્બે (હવે મુંબઈ)માં એર ઈન્ડિયાના જમ્બો જેટ બોઈંગ-747 પ્લેન ક્રેશમાં 213 લોકો માર્યા ગયા.
-
1971 – ટેલિવિઝન પર સિગારેટની જાહેરાતોના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
-
1955 – ભૂટાને પ્રથમ ટપાલ ટિકિટ બહાર પાડી.
-
1950 – અજાયગઢ રાજ્યનું ભારત સંઘમાં વિલિનીકરણ થયું.
-
1949 – કાશ્મીરમાં યુદ્ધવિરામની ઘોષણા.
-
1928 – અમેરિકામાં પ્રથમ એર-કન્ડિશન્ડ ઓફિસ સાન એન્ટોનિયોમાં ખુલી.
-
1915 – મહાત્મા ગાંધીને દક્ષિણ આફ્રિકામાં તેમના કાર્ય માટે વાઈસરોય દ્વારા ‘કેસર-એ-હિંદ’ એનાયત કરવામાં આવ્યો હતો.
-
1906 – બ્રિટિશ સરકારે ભારતીય ધોરણ સ્વીકાર્યું.
-
1880 – દેશમાં મની ઓર્ડર સિસ્ટમ દાખલ કરવામાં આવી.
-
1877 – ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયા ભારતની મહારાણી બની.
-
1862 – ‘ભારતીય દંડ સંહિતા’ અમલમાં આવી.
-
1808 – આફ્રિકન દેશ સિએરા લિયોન બ્રિટિશ વસાહત બન્યો.
-
1785 – ‘ડેઇલી યુનિવર્સલ રજિસ્ટર’ (ટાઈમ્સ ઓફ લંડન)નો પ્રથમ અંક પ્રકાશિત થયો.
-
1651 – ચાર્લ્સ II સ્ટુઅર્ટ સ્કોટલેન્ડનો રાજા બન્યો.
-
1664 – છત્રપતિ શિવાજીએ સુરત અભિયાનની શરૂઆત કરી.
-
1600 – સ્કોટલેન્ડમાં નવું વર્ષ 25 માર્ચને બદલે 1 જાન્યુઆરીથી શરૂ થયું.
1515 – યહૂદીઓને ઑસ્ટ્રિયાના લાઇબેચ પ્રદેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા.
-
૧૯૦૬ – બ્રિટિશ ભારતે અધિકૃત રીતે ભારતીય માનક સમય (Indian Standard Time) અપનાવ્યો.
-
૧૯૪૨ – સંયુક્ત રાષ્ટ્રસંઘ (United Nations) ના ઘોષણાપત્ર પર ૨૬ રાષ્ટ્રોએ હસ્તાક્ષર કર્યા.
-
૧૯૮૩ – આર્પાનેટ (ARPANET)નું અધિકૃત રીતે ઇન્ટરનેટ (Internet)માં રૂપાંતરણ કરાયું.
-
૧૯૮૫ – ઇન્ટરનેટની ડોમેન નામ પ્રણાલી (Domain Name System) અસ્તિત્વમાં આવી.
-
૧૯૯૫ – વિશ્વ વ્યાપાર સંગઠન (World Trade Organization (WTO))નું ગઠન થયું.
-
૧૯૯૯ – યુરો ચલણ (Euro) અસ્તિત્વમાં આવ્યું.
૧ જાન્યુઆરિ ખાસ દિન વિશેષ સત્યેન્દ્રનાથ બોઝ