🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 09 સપ્ટેમ્બર
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
-
2016: ઉત્તર કોરિયાએ પાંચમું પરમાણુ પરીક્ષણ પૂર્ણ કર્યું.
-
2015: એલિઝાબેથ (II) યુનાઇટેડ કિંગડમની સૌથી લાંબી શાસન કરનાર રાણી બની.
-
2012: ભારતની અવકાશ એજન્સીએ સફળતાપૂર્વક 21 PSLV લોન્ચ કર્યા.
-
2009: દુબઈ મેટ્રોનું ઉદ્ઘાટન બરાબર રાત્રે 9:09:00 વાગ્યે થયું.
-
2001: મીરા નાયરના મોનસૂન વેડિંગે વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન લાયન જીત્યો.
-
1997: 7 વખતના નેશનલ ચેમ્પિયન પ્રવીણ થિપસેનાને ચેસના ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મળ્યો.
-
1991: તાજિકિસ્તાન દેશ સોવિયેત સંઘથી સ્વતંત્ર થયો.
-
1990: શ્રીલંકાની સેનાએ બટ્ટીકલોઆમાં 184 તમિલોની હત્યા કરી.
-
1985: બહેરા તરવૈયા તારાનાથ શેનોયે ત્રીજી વખત ઈંગ્લીશ ખાડીમાં તરીને રેકોર્ડ બનાવ્યો.
-
1945: બીજું ચીન-જાપાની યુદ્ધ, જાપાને ચીનને શરણાગતિ આપી.
-
1850: કેલિફોર્નિયા અમેરિકાનું 31મું રાજ્ય બન્યું.
-
1839: જ્હોન હર્શલે વિશ્વનો પ્રથમ ફોટોગ્રાફ લીધો.
-
1791: વોશિંગ્ટન ડીસી શહેરનું નામ યુએસ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટનના નામ પરથી રાખવામાં આવ્યું.
-
1543: નવ મહિનાની મેરી સ્ટુઅર્ટ સ્કોટ્સની રાણી બની.
૦૯ સપ્ટેમ્બર વર્ગીસ કુરિયન ગુજરાતમાં દૂધક્ષેત્રે શ્વેતક્રાંતિ
વર્ગીસ કુરિયનનો જન્મ ૧૯૨૧ના નવેમ્બર માસની ર૬મી તારીખે કેરળના કાલિકટ શહેરમાં થયો હતો. પિતાનું નામ ‘ પી. કે. કુરિયન અને માતાનું નામ અણમ્મા. વર્ગીસ બી. એસસી., બી.ઈ., એમ.એસસી. તથા ડી.એસસી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી.

ગુજરાતમાં દૂધક્ષેત્રે શ્વેતક્રાંતિ આણવાનું શ્રેય તેમને ફાળે * * જાય છે. ગુજરાતના ડેરી-ઉદ્યોગના વિકાસમાં તેમણે ગણના પાત્ર ફાળો આપ્યો છે. આ સત્કાર્યની કદરરૂપે ગુજરાત રાજ્યના ડેરી-ઉદ્યોગને લગતા અનેક સલાહકાર મંડળમાં તેમને નીમવામાં આવ્યા હતા. આવી સંસ્થાઓની કેટલીયે અગત્યની સમિતિઓમાં તેમની નિયુક્તિ કરવામાં આવી હતી. ૧૯૬૫થી કરી છેલ્લે સુધી તેઓ આણંદના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન હતા. વડોદરા ખાતે આવેલ ઇન્ડિયન ડેરી કૉર્પોરેશનના તે ૧૯૭૦થી ચેરમેન પદ શોભાવ્યું હતું. એ જ રીતે ૧૯૭૯થી ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ ડેવલપમેન્ટ (આણંદ) તથા ૧૯૮રથી આણંદના ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા હતા. ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કૉર્પોરેશનના પણ તેઓ ચેરમેન હતા.