🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 07 સપ્ટેમ્બર
ઈતિહાસમાં આજનો દિવસ
📜૧૮૧૩: પ્રથમ વખત, ‘અંકલ સેમ’ સરનામાનો ઉપયોગ યુએસ માટે કરવામાં આવ્યો હતો
📜૧૯૨૧: મિસ અમેરિકા સ્પર્ધા શરૂ કરી.
📜૧૯૪૦: ૧૯૪૦માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, વર્ષ ૧૯૪૦ માં, જર્મનીએ તેના હવાઇ દળ દ્વારા બ્રિટીશ શહેરો પર બોમ્બ ધડાકા કરવાનું શરૂ કર્યું.
📜૧૮૧૨: નેપોલિયન રશિયન લશ્કરને પરાજિત કરે છે
📜૧૮૨૨: બ્રાઝિલ પોર્ટુગલ પાસેથી તેની સ્વતંત્રતા જાહેર
📜૧૫૫૧: ફિલ્મ નિર્માતા અને અભિનેતા મામૂટીનો જન્મ થયો
📜૧૯૫૩: નિખીતા ખુર્શીયો સોવિયત સંઘના કમ્યુનિસ્ટ પાર્ટીના સચિવ તરીકે ચૂંટાયા હતા.
📜૧૯૨૭: ફિલો ટેલર સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક ટીવી બનાવવા સફળ થાય છે.
આજના દિવસની મહત્વની ઘટનાઓ
-
૧૬૯૫ – હેનરી એવરીએ ગ્રાન્ડ મુઘલ જહાજ ગંજ-એ-સવાઈ પર કબજો જમાવી ઇતિહાસની સૌથી નફાકારક સમુદ્રી લૂંટ ચલાવી. તેના જવાબમાં સમ્રાટ ઔરંગઝેબે ભારતમાં તમામ અંગ્રેજી વેપાર સમાપ્ત કરવાની ધમકી આપી.
-
૧૯૨૩ – આંતરરાષ્ટ્રીય ફોજદારી પોલીસ સંગઠન (ઇન્ટરપોલ)ની રચના કરવામાં આવી.
-
૧૯૨૭ – “ફિલો ટેઇલર ફાર્ન્સવર્થ” દ્વારા સંપૂર્ણ વિજાણું પ્રણાલી ધરાવતા પ્રથમ ટેલિવિઝનનું નિર્માણ કરાયું.
-
૧૯૪૦ – બીજું વિશ્વ યુદ્ધ: જર્મન સેનાએ લંડન સહિત અન્ય બ્રિટિશ શહેરો પર સતત ૫૦ થી વધુ રાતો સુધી બોમ્બમારો કર્યો.
-
૧૯૬૫ – ચીને ભારતીય સરહદ પર સૈન્યબળ વધારવાની ઘોષણા કરી.
-
૧૯૮૮ – અંતરિક્ષમાં જનારા પ્રથમ અફઘાન “અબ્દુલ અહદ મોહમ્મદ”, મીર સ્પેસ સ્ટેશન પર નવ દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા.
-
1979: ક્રાઇસ્લર કોર્પોરેશને નાદારી ટાળવા માટે યુએસ સરકાર પર $1.5 બિલિયનનો દાવો માંડ્યો.
-
1978: ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે પ્રથમ વખત આનુવંશિક રીતે એન્જિનિયરિંગ ઇન્સ્યુલિનમાં સફળતા.
-
1953: નિકિતા ખ્રુશ્ચેવ સોવિયેત સંઘના સર્વોચ્ચ નેતા બન્યા.
-
1931: બીજી ગોળમેજી પરિષદ શરૂ થઈ.
-
1923: ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન (ઈન્ટરપોલ)ની સ્થાપના થઈ.
-
1906: બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના. તે ભારતમાં સ્થપાયેલી પ્રથમ સ્વદેશી વ્યાપારી બેંક છે.
-
1822: બ્રાઝિલને પોર્ટુગલથી આઝાદી મળી.
-
1814: બાજીરાવ બીજાએ પાંડુરંગ કોલ્હટકારાની મદદથી ઉંદરી-ખંડેરી કિલ્લાઓ પર ફરીથી કબજો મેળવ્યો.
-
1679: મરાઠાઓએ સિદ્દી જોહર અને બ્રિટિશરોથી બચીને ખંડેરી કિલ્લાની આસપાસ એક મીટર ઊંચો બંધ બાંધ્યો.
આજનો ખાસ દિન વિશેષ ડૉ.ઈલાબહેન ભટ્ટનો
SEWA (Self Employed Women’s Association) oli સ્થાપક, મહિલાઓ માટેની સહકારી અને ટ્રેડ યુનિયન ચળવળનાં પ્રણેતા ડૉ.ઈલાબહેન ભટ્ટનો જન્મ ૭ મી સપ્ટેમ્બર, ૧૯૩૩ નાં રોજ અમદાવાદમાં થયો હતો. ૧૯૪૦ થી ૧૯૪૮ સુધી સાર્વજનિક શાળામાં શિક્ષણ મેળવ્યા બાદ ૧૯૫૨ માં સ્નાતકની ડિગ્રી મેળવી.૧૯૫૪ માં કાયદાશાસ્ત્રમાં સ્નાતક પદવી મેળવી તેમણે વકીલાત શરુ કરી અને ત્યારપછીના વર્ષમાં અમદાવાદના Textile Labour Association માં જોડાયા.
૧૯૭૨ માં શ્રી અરવિંદ બૂચના પ્રમુખપદ હેઠળ SEWA ની સ્થાપના થઈ અને ઈલાબહેન સંસ્થાનાં જનરલ સેક્રેટરી બન્યાં. આજે SEWA ના બાર લાખથી વધુ સભ્યો છે અને તેની પ્રવૃત્તિઓમાં બેંકિંગ, વીમો,કાયદાકીય સલાહ,આવાસ યોજના વગેરેનો સમાવેશ થાય છે. ૧૯૭૯ માં શરુ થયેલી Women’s World Banking સેવાનાં તેઓ સ્થાપક સભ્ય તેમજ Rock Feller Foundation ના ટ્રસ્ટી હતાં. ૧૯૮૫ માં ભારત સરકારે તેમને પદ્મશ્રી અને ૧૯૮૬ માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા. ૧૯૭૭ માં તેમને રોમન મેસેસે એવોર્ડ અને ૨૦૧૧ માં હાર્વર્ડ યુનિવર્સિટીએ માનદ ડોક્ટરેટની ઉપાધી એનાયત કરી.૧૯૮૬ થી ૧૯૮૯ સુધી તેઓ રાજ્યસભાનાં માનદ સભ્ય રહ્યાં અને ફેબ્રુઆરી ૨૦૧૦ માં તેમને જાપાનનું નિવાનો પીસ પ્રાઈઝ અર્પણ કરાયું.
૨૦૦૭ થી દક્ષિણ આફ્રિકામાં કાર્યરત નેલ્સન મંડેલા અને ડેઝમન્ડ ટુટુ પ્રેરિત સંસ્થા The Elders ના તેઓ સભ્ય છે અને ર૫ મી સપ્ટેમ્બર ૨૦૦૯ ના દિવસે આ સંસ્થાના પ્રતિનિધિ તરીકે સંયુક્ત રાષ્ટ્ર સંઘના આમંત્રણથી તેમણે તેની સંયુક્ત પરિષદને સંબોધન કર્યું. તેમનું પુસ્તક We are poor but so many : The story of self employed women in india 2006 માં Oxford University Press એ પ્રકાશિત કર્યું. જેના પાછળથી અન્ય ભાષાઓમાં અનુવાદો પણ થયા.