🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 06 સપ્ટેમ્બર
ઈતિહાસમાં આજનો દિવસ
📜 ૧૫૨૨: વિક્ટોરિયા સમુદ્ર દ્વારા પૃથ્વી પર ચાલવા માટેનું પ્રથમ વહાણ હતું.
📜 ૧૯૨૯: યશ જવાહર આ દિવસે જન્મ્યા હતા.
📜 ૧૯૬૫: ભારતીય ભૂમિ સેનાએ ત્રણ સ્થળોથી સરહદ પાર કરી અને પશ્ચિમ પાકિસ્તાન પર હુમલો કર્યો.
📜 ૧૯૭૨: ભારતીય શાસ્ત્રીય સંગીત દંતકથા ઉસ્તાદ અલાઉદ્દીન ખાનની લાંબી રાહ
📜 ૧૯૯૧: રશિયાનો બીજો સૌથી મોટો શહેર ક્યારેય સેન્ટ પીટર્સબર્ગ તરીકે જાણીતો હતો, ક્યારેક પેટ્રોગ્રેડ, જેને લેનિનગ્રાડ તરીકે ઓળખવામાં આવે છે. આ શહેરને સેન્ટ પીટર્સબર્ગના દિવસે તેનું જૂનું નામ પાછું મળી ગયું.
📜 ૧૯૯૭: એક અઠવાડિયા માટે અભૂતપૂર્વ શોક કર્યા પછી, બ્રિટન અને વિશ્વએ વેલ્સના પ્રિન્સેસ ડાયેનાને અંતિમ વિદાય આપી.
📜 ૧૯૯૮: પ્રખ્યાત જાપાનીઝ ફિલ્મ દિગ્દર્શક અકિરા કુરસાવાનું મૃત્યુ થયું.
ઈતિહાસમાં આજનો ખાસ દિન વિશેષ સુરેશ જોશી
ગુજરાતી સાહિત્યમાં વાર્તાકાર, કવિ, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, સંપાદક, અનુવાદક સુરેશ જોશીનો જન્મ ૩૦ મે ૧૯૨૧ ના રોજ બારડોલી તાલુકાના વાલોડ ગામે થયો હતો. ૧૯૪૩ માં મુંબઈની એલીફન્સટન કૉલેજમાંથી બી.એ અને ૧૯૪૫ માં એમ.એ પૂર્ણ કરી જીવનભર શિક્ષણકાર્યનો વ્યવસાય સ્વીકાર્યો. સાથોસાથ સાહિત્યિક પ્રવૃત્તિઓ એટલી જ ગતિશીલ રાખી.
“ફાલ્ગની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’, ‘એતદ’ જેવા સામયિકોનું તેમણે સંપાદન કર્યું હતું. ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં ક્રાંતિ લાવનાર સુરેશ જોશીનું નામ સર્વદા બોલાશે. ‘પ્રત્યંચા’ , “નવોન્મેષ’, ‘ઉપજાતિ’ જેવા કાવ્યસંગ્રહો અને ‘મરણોત્તર’, “છિન્નપત્ર’, ‘કથાચક્ર’ જેવી નવલકથાઓ આ ઉપરાંત ‘જનાન્તિકે’, ‘ઇદમ સર્વમ’, ‘રમ્યાણી વિક્ષ્ય’ વગેરે નિબંધો આપ્યા છે. વિદેશી કાવ્યો અને વાર્તાઓના અનુવાદ પણ સુરેશ જોશીએ કર્યા હતાં.
સુરેશ જોશીએ દિલ્હીની સાહિત્ય અકાદમીએ આપેલ પુરસ્કારનો તેમણે અસ્વીકાર કર્યો હતો. નર્મદ પુરસ્કાર ઉપરાંત ૧૯૭૧ માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા હતાકીડનીની બીમારી અને હ્રદયરોગથી ૬ સપ્ટેમ્બર ૧૯૮૬ ના રોજ સુરેશ જોશીનું નડિયાદ ખાતે નિધન થયું.
સુરેશ જોશીને મળેલા પુરસ્કારો
-
૧૯૭૧માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો ૧૯૮૩માં તેમણે તેમના પુસ્તક ચિન્તયામિ મનસા માટે મળેલ સાહિત્ય અકાદમી પુરસ્કારનો અસ્વીકાર કરતાં કહ્યું હતું કે, આ પુસ્તક માત્ર કેટલાક મુસદ્દા જેવા નિબંધો ધરાવે છે. તે માત્ર યુરોપિયન અને અમેરિકન વિવેચન લેખો પર આધારિત છે અને પોતાના મૂળ વિચારો નથી.
-
૧૯૬૫માં જનાન્તિકે માટે નર્મદ સુવર્ણ ચંદ્રક