🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 05 સપ્ટેમ્બર
શિક્ષક દિન शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोंदमें पलते हैं । – चाणक्य
આજના દિવસની મહત્વની ઘટનાઓ
-
૧૮૮૨ – પહેલી સંયુક્ત રાજ્ય અમેરિકા શ્રમ દિવસ પરેડનું ન્યૂયોર્ક શહેરમાં આયોજન કરવામાં આવ્યું.
-
૧૯૬૦ – રોમમાં ઓલિમ્પિક રમતોત્સવમાં હેવીવેઇટ બોક્સિંગ સ્પર્ધામાં મુહમ્મદ અલીએ (જે તે સમયે કેસિયસ ક્લે તરીકે ઓળખાતો હતો) સુવર્ણ પદક જીત્યો.
-
૧૯૭૨ – મ્યુનિચ હત્યાકાંડ: “બ્લેક સપ્ટેમ્બર” નામના પેલેસ્ટાઇન આતંકવાદી જૂથે મ્યુનિચ ઓલિમ્પિક રમતોત્સવમાં ઇઝરાયલના ૧૧ એથ્લીટ્સ પર હુમલો કરી બંધક બનાવ્યા. આ હુમલામાં બેના મોત થયા, બીજા દિવસે બંધક પૈકીના નવની હત્યા કરવામાં આવી.
-
2005: ઇન્ડોનેશિયાના સુમાત્રામાં ગીચ વસ્તીવાળા વિસ્તારમાં મંડલા એરલાઇન્સની ફ્લાઇટ 091 ક્રેશ થઈ, જેમાં 104 લોકોના અને જમીન પરના 39 લોકોના મોત થયા.
-
2000: હૃષિકેશ મુખર્જીને દાદાસાહેબ ફાળકે પુરસ્કારની જાહેરાત.
-
1984: એસ. ટી. એસ. 41-d સ્પેસ શટલ ડિસ્કવરીએ તેનું પ્રથમ સ્પેસવોક પૂર્ણ કર્યું.
-
1977: વોયેજર 1 લોન્ચ થયું.
-
1975: યુએસ પ્રમુખ ગેરાલ્ડ ફોર્ડ પર હત્યાનો નિષ્ફળ પ્રયાસ.
-
1972: બ્લેક સપ્ટેમ્બર તરીકે ઓળખાતા પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ મ્યુનિક ઓલિમ્પિકમાં ઇઝરાયેલી ખેલાડીઓને બંધક બનાવ્યા.
-
1970: ઇટાલિયન ગ્રાન્ડ પ્રિકસ માટે પ્રેક્ટિસમાં માર્યા ગયા બાદ મરણોત્તર ફોર્મ્યુલા વન વર્લ્ડ ડ્રાઇવર્સ ચૅમ્પિયનશિપ જીતનાર જોક્વિન રેન્ડ એકમાત્ર ડ્રાઇવર બન્યો.
-
1967: ક. વિ. પાટસ્કર પુણે યુનિવર્સિટીના 7મા વાઇસ ચાન્સેલર બન્યા.
-
1961: બેલગ્રેડમાં સ્વતંત્ર રાજ્યોની પ્રથમ પરિષદ યોજાઈ.
-
1960: મોહમ્મદ અલીએ રોમમાં ઓલિમ્પિક ગેમ્સમાં લાઇટ હેવીવેઇટ બોક્સિંગ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો.
-
1941: નાઝી જર્મનીએ એસ્ટોનિયા પર કબજો કર્યો.
-
1932: આઇવરી કોસ્ટ, માલી અને નાઇજરના રાષ્ટ્રોમાં બુર્કિના ફાસોની વસાહતનું વિભાજન.
આજના દિવસના અવસાન
-
૧૯૮૬ – નીરજા ભનોત, અશોક ચક્ર પુરસ્કાર વિજેતા વિમાન પરિચારિકા (જ. ૧૯૬૩)
-
૧૯૯૧ – શરદ જોશી, ભારતીય લેખક અને કવિ (જ. ૧૯૩૧)
-
૧૯૯૫ – સલિલ ચૌધરી, હિન્દી ફિલ્મોના સંગીતકાર,ગીતકાર,લેખક અને ગાયક (જ. ૧૯૨૩)
-
૧૯૯૭ – મધર ટેરેસા, ભારતીય નાગરિકત્વ ધરાવતાં આલ્બેનિયન રોમન કૅથલિક નન (જ. ૧૯૧૦)
-
૨૦૧૮ – ભગવતીકુમાર શર્મા, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૩૪)
♦️આજે છે રાષ્ટ્રીય શિક્ષક દિવસ
📜1૯૭૩ – અલ બિરૂની
➡️મધ્ય-ઇસ્લામી
કાલખંડના ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ઇતિહાસકાર, ભાષાવિદ્દ વિદ્વાન
📜૧૮૮૮ – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
➡️ભારતના દ્વિતિય રાષ્ટ્રપતિ
આજનો ખાસ દિન વિશેષ ડૉ.સર્વોપલ્લી રાધાકૃષ્ણ
શિક્ષક દિન शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोंदमें पलते हैं । – चाणक्य
૫ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન…. આ દિવસે એક . એવી મહાન પ્રતિભાનો જન્મદિવસ છે કે જેમણે શ્રેષ્ઠ શિક્ષકની અને મૂલ્યવર્ધિત શિક્ષણના ખ્યાલો સ્પષ્ટ કર્યા. ડૉ. રાધાકૃષ્ણનનો જન્મ ૫ મી સપ્ટેમ્બર ૧૮૮૮ નાં રોજ ચેન્નાઈથી ૬૪ કિલોમીટર દૂર આવેલા તામિલનાડુના તિરુતની ગામમાં થયો હતો. તેઓ સામાન્ય આર્થિક સ્થિતિ ધરવતા બ્રાહ્મણ પરિવારમાં જનમ્યા હતા. તેમનું બાળપણ પણ સામાન્ય સ્થિતિમાં વિત્યું.તેમના પિતા વિદ્વાન હતા અને તેઓ હિન્દુ ધર્મના રૂઢિગત વિચારધારા ધરાવતાં હતા.
એ ડૉ.રાધાકૃષ્ણને વીર સાવરકર અને સ્વામી વિવેકાનંદ જેવી વિભૂતિઓના જીવનચરિત્ર તથા બાઈબલ સહિતના ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. તેઓ તત્વજ્ઞાન વિષય સાથે અનુસ્નાતક થયા. ૧૯૦૮ માં તેમણે એમ.એ ની ડિગ્રી મેળવવા એક સંશોધન લેખ લખ્યો. જે સમયે તેમની ઉંમર ફક્ત ૨૦ વર્ષની હતી.વર્ષ ૧૯૧૬ માં મદ્રાસ રેસિડેન્સી કૉલેજમાં તેઓ સહયક પ્રોફેસર તરીકે નિયુક્ત થયા. થોડા વર્ષો તેમણે પ્રાધ્યાપક તરીકે પણ ફરજ બજાવી. અધ્યાપનના સમયગાળા દરમ્યાન તેમણે આપેલા તત્વજ્ઞાન પરના વક્તવ્યો ઘણા જ વિખ્યાત થયા.
ડૉ. રાધા કૃષ્ણને ઘણી યુનિવર્સિટીઓએ માનદ ડિગ્રી આપી તેમનું સન્માન કર્યું. ૧૯૩૬ થી ૧૯૫૨ સુધી તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી. ૧૯૩૯ થી ૧૯૪૮ દરમ્યાન બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ચાન્સલર પદે અને ૧૯૫૩ થી ૧૯૬૨ દરમ્યાન દિલ્હી યુનિવર્સિટીના ચાન્સેલર રહ્યા. જયારે ૧૯૪૦ માં બ્રિટીશ એકેડમીમાં પ્રથમ ભારતીય તરીકે ચૂંટાયા. ૧૯૪૮ માં ભારતના પ્રતિનિધિ તરીકે યુનેસ્કોમાં સેવા આપી.સ્વતંત્રતા બાદ તેમને સંવિધાન નિર્માણ સભાના સભ્ય બનાવાયા. ૧૯૪૯ સુધી તેઓ સભ્ય રહ્યા. રશિયામાં ભારતીય રાજદૂત તરીકે ફરજો પૂર્ણ કર્યા બાદ ૧૯૫૨ માં તેઓ ભારત પરત ફર્યા ત્યારે તેમને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. સફળ રાજનેતા તરીકેની ફરજ પણ સફળતાપૂર્વક નિભાવી.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને તેમનો જન્મદિવસ ઉજવવા માગતા વિદ્યાર્થીઓને તેમણે પોતાના જન્મદિનને કોઈ વ્યક્તિ વિશેષના જન્મદિન તરીકે ન ઉજવતા સમગ્ર શિક્ષક સમુદાયના જન્મદિવસ તરીકે ઉજવવાનું સૂચન કર્યું. ત્યારથી જ ૫ સપ્ટેમ્બરને દર વર્ષે શિક્ષક દિન તરીકે ઉજવાય છે. તેમની સેવાઓ અને તેમના જ્ઞાનને સન્માન વા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્રપ્રસાદના હસ્તે તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યાં. ૮૭ વર્ષની ઉંમરે ૧૭ સપ્ટેમ્બર, ૧૯૭૫ નાં રોજ તેમનું અવસાન થયું.